ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર, આજથી શરૂ થશે આ મહત્વનો સરવે

gujarat government digital crop survery : ગુજરાતમાં રવિ સીઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજ તા. ૧૫ ડિસેમ્બરથી શુભારંભ... આગામી ૪૫ દિવસ દરમિયાન રાજ્યના ૧૮,૪૬૪ ગામોના આશરે એક કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે

ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર, આજથી શરૂ થશે આ મહત્વનો સરવે

Gujarat Farmers : ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ ૨૦૨૪-૨૫ સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. ૨૫ ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો. 

હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના ૩૩ જિલ્લાના તમામ ખેતર માટે રવિ ૨૦૨૪-૨૫ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. ૧૫મી ડિસેમ્બરથી રાજ્યભરમાં ૪૫ દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮,૪૬૪ ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે. 

આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. ૧૨ ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં ૧૦૦ % પાણીપત્રક નમૂના નં. ૧૨ માં નોંધણી થશે. જેથી નમૂના નં. ૧૨ માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.

ડિસેમ્બર જ નહિ, જાન્યુઆરીમાં પણ માવઠું આવશે 
ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news