આ ભારતીય બની શકે છે કેનેડાના નવા પ્રધાનમંત્રી, દેશ સાથે છે ખુબ નજીકનો સબંધ

Canada New Prime Minister: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર રહેશે. અહેવાલો અનુસાર ભારતીય મૂળની નેતા અનિતા આનંદ પીએમ પદ માટે પ્રબળ દાવેદાર છે.

આ ભારતીય બની શકે છે કેનેડાના નવા પ્રધાનમંત્રી, દેશ સાથે છે ખુબ નજીકનો સબંધ

Canada New Prime Minister: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમના ઉત્તરાધિકારીને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. અહેવાલો અનુસાર ભારતીય મૂળની નેતા અનિતા આનંદ પીએમ પદ માટે પ્રબળ દાવેદાર છે. જસ્ટિન ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર રહેશે.

કોણ છે અનિતા આનંદ?
અનિતા આનંદ વર્તમાન કેનેડાના પરિવહન અને આંતરિક વેપાર મંત્રી છે. અનિતા ઇન્દિરા આનંદનો જન્મ કેન્ટવિલેના નોવા સ્કોટીયાના થયો હતો. તેમના માતા-પિતા (બન્ને હવે મૃત્યુ પામ્યા છે) ભારતીય ફિજિશિયન હતા. તેના પિતા તમિલનાડુના હતા અને માતા પંજાબના હતા. આનંદની બે બહેનો છે, ગીતા આનંદ, જે હાલ ટોરોન્ટોમાં વકીલ છે અને સોનિયા આનંદ, જે મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ફિજિશિયન અને શોધકર્તા છે.

આનંદ 1985માં ઓન્ટારિયોમાં જતી રહી હતી. તેમણે અને તેમના પતિ જ્હોને તેમના ચાર બાળકોને ઓકવિલેમાં ઉછેર્યા છે.

ઘણી મહત્વના પદો પર કામ કરી ચૂકી છે અનિતા
આનંદે અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન અનેક પદો પર કામ કર્યું છે. અનિતા આનંદ પ્રથમ વખત 2019માં ઓકવિલે માટે સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ હતી. તેમણે 2019થી 2021 સુધી જાહેર સેવાઓ અને ખરીદ મંત્રી તરીકે કાર્ય કર્યું અને ટ્રેઝરી બોર્ડના પ્રમુખ અને રાષ્ટ્રીય રક્ષા મંત્રી તરીકે પણ સેવા આપી હતી. જાહેર સેવાઓ અને ખરીદ મંત્રી તરીકે આનંદે કોવિડ-19 રોગચાળા દરમિયાન કેનેડિયનો માટે રસીઓ, વ્યક્તિગત સુરક્ષા સાધનો અને રેપિડ ટેસ્ટ સુરક્ષિત કરવા માટે વાટાઘાટોનું નેતૃત્વ કર્યું.

પરિવહન મંત્રી પણ બની અનિતા 
અનીતા જ્યારે રાષ્ટ્રીય રક્ષા મંત્રી બની ત્યારે તેમણે સેનામાં જાતીય ગેરવર્તણૂક સામે પગલાં લીધાં. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન કીવને વ્યાપક લશ્કરી સહાય પૂરી પાડી હતી, તેમજ યુક્રેનિયન સૈનિકોની તાલીમ માટે કર્મચારીઓની વ્યવસ્થા કરી હતી. સપ્ટેમ્બર 2024માં અનિતા આનંદને ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ પદ ઉપરાંત પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં કાયદાના પ્રોફેસર
અનિતા આનંદ રાજકારણ ઉપરાંત વિદ્વાન, વકીલ અને શોધકર્તા તરીકે જાણીતા છે. અનિતા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં કાયદાના પ્રોફેસર રહી ચૂકી છે જ્યાં તેણીએ ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન અને કોર્પોરેટ ગવર્નન્સમાં JR કિમ્બર ચેર સંભાળી હતી. આનંદે એસોસિયેટ ડીન અને મેસી કોલેજના ગવર્નિંગ બોર્ડના સભ્ય તરીકે સેવા આપી છે. તે કેપિટલ માર્કેટ્સ ઇન્સ્ટિટ્યૂટ, રોટમેન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં નીતિ અને સંશોધનના નિયામક રહી ચૂકી છે. તેમણે યેલ લો સ્કૂલ, ક્વીન્સ યુનિવર્સિટી અને વેસ્ટર્ન યુનિવર્સિટીમાં પણ કાયદાનું શિક્ષણ આપ્યું છે.

અનિતા આનંદે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સ્ટડીઝમાં બેચલર ઓફ આર્ટસ (ઓનર્સ), ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રમાં બેચલર ઓફ આર્ટસ (ઓનર્સ), ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લો અને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાંથી માસ્ટર ઓફ લોની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news