Trending News: 500 રૂપિયા આપો અને 3 મિનિટ માટે વેઈટ્રેસના ખોળામાં બેસો, આ કેફે આપે છે આવી સુવિધા, જાણો વિગતો
જેમ જેમ દુનિયા વિકાસ તરફ આગળ વધી રહી છે તેમ તેમ માનવીય જીવનમાં એકલતા પેસતી ગઈ છે. હવે આ એકલતા અને હતાશાને દૂર કરવા માટે આ કેફે એક નવી સુવિધા લઈને આવ્યું છે. ખાસ જાણો.
Trending Photos
Soineya Cafe: આજકાલ તણાવવાળા જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ એકલતા કે ઉદાસીનતા મહેસૂસ કરે તો ભેટવું એ એક સારી ઉર્જા બુસ્ટર ક્રિયા સાબિત થઈ શકે છે. વિજ્ઞાને પણ એ સાબિત કર્યું છે કે ભેટવાથી મૂડ સારો થાય છે અને મેન્ટલ હેલ્થ માટે પણ તે ફાયદાકારક છે. ટેક્નિકલ વિકાસ છતાં માનવીય ભાવનાઓ અને સંબંધોનો કોઈ મુકાબલો કરી શકતા નથી. આ જ કારણ છે કે સૌથી વધુ વિક્સિત દેશોમાં પણ એકલાપણું ચરમસીમાએ છે.
આ વિચારને ધ્યાનમાં રાખીને ટોક્યોમાં એક અનોખા કેફેની સ્ટોરી હાલ વાયરલ થઈ છે. જ્યાં ગ્રાહકોને ખાણીપીણી સાથે સ્નેહ અને આરામ પણ મળે છે. અહીં ગ્રાહકો વિવિધ લવ પેકેજીસ પસંદ કરી શકે છે. જેની એક નિશ્ચિત સમયમર્યાદા નિર્ધારિત છે.
સોઈનયા કેફેની અનોખી સર્વિસ
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ ટોક્યોનું સોઈનિયા કેફે ગ્રાહકોને ગળે લગાવી અને આરામ પ્રદાન કરી શાંતિ પ્રદાન કરે છે. આ વિશેષ કેફે એકલાપણા માટે એક એવો ઉપાય સૂચવે છે જેની કિંમત ચૂકવવાની રહે છે. ગ્રાહકો વેઈટ્રેસ સાથે આરામથી સૂઈ શકે છે કે ભેટવાનો આનંદ લઈ શકે છે. આ સેવાનો હેતુ માનસિક રાહત અને આરામ આપવાનો છે. પરંતુ તેના માટે તમારે કિંમત ચૂકવવી પડે છે.
આરામ પેકેજ માટે કિંમત
જાપાન ટુડે મુજબ ગ્રાહક એક વેઈટ્રેસના ખોળામાં 20 મિનિટ સુધી આરામ કરી શકે છે. જેના માટે તેણે 3000 યેન (લગભગ 1700 રૂપિયા)ની ચૂકવણી કરવાની રહે છે. જો કોઈ ગ્રાહક આખી રાત આરામ ઈચ્છે તો 10 કલાકની સેવા માટે 50,000 યેન (27000 રૂપિયા)નો ખર્ચ થાય. જો કોઈ ગ્રાહક થોડીવાર માટે માથું ખોળામાં રાખીને આરામ કરવા માંગે તો તેના માટે તેની પાસેથી 1000 યેન (લગભગ 500 રૂપિયા)નો ચાર્જ વસૂલાય. એ જ રીતે અન્ય સેવાઓ જેમ કે માથા પર હળવું થપથપાવું, કે એક મિનિટ સુધી સાથે બેસવું, વગેરે માટે પણ ચાર્જ વસૂલવામાં આવે છે.
કડક નિયમો અને મર્યાદાઓ
આ સેવા ફક્ત માનસિક આરામ અને સમર્થન પ્રદાન કરવા પૂરતી સીમિત છે અને ગ્રાહકોએ તેના માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાનું રહે છે. શારીરિક મર્યાદાઓનું સન્માન કરાય છે. જેમ કે વેઈટ્રેસના વાળને સ્પર્શવાની કે અયોગ્ય વ્યવહાર કરવાની મંજૂરી નથી. આ સેવાઓ ફક્ત વાતચીત કોમળ ઈશારા અને સાથે રહેવાના માધ્યમથી ભાવનાત્મક સમર્થન આપવા પર કેન્દ્રીત છે.
માનસિક સ્વાસ્થ્ય માટે એક નવી પહેલ
સોઈનિય કેફેની આ પહેલ એક નવી દિશામાં માનસિક સ્વાસ્થ્ય તરફ વધતું પગલું છે. જ્યાં એકલાપણું અને માનસિક તણાવના દોરમાં લોકોને આરામ અને સ્નેહની જરૂર છે. આ કેફે ખાણી પીણીનું સ્થાન હોવાની સાથે એક આરામદાયક વાતાવરણ પણ પ્રદાન કરે છે. જ્યાં લોકો પોતાની ભાવનાઓ શેર કરી શકે છે અને માનસિક શાંતિ મેળવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે