ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર બન્યો ઘાતક! 16 લોકોના કરૂણ મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા
ઉત્તરાયણનો મંગળવાર કેટલાક પરિવારો માટે બન્યો અમંગળ. અલગ અલગ જગ્યાએ દોરીથી ગળુ કપાતા અને કરંટ લાગતા કુલ 9 લોકોના મોત. તો દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ઉત્તરાયણનો મંગળવાર કેટલાક પરિવારો માટે અમંગળ બન્યો છે. અલગ અલગ જગ્યાએ દોરીથી ગળુ કપાતા અને કરંટ લાગતા કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. તો દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં ઉતરાયણનો તહેવાર ધામધૂમ અને હર્ષોલ્સાસ શાખે ઉજવાયો હતો. જોકે ઉતરાયણની મજા કેટલા નાગરિક અને અબોલા પશુઓ માટે સજા પુરવાર થઇ સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે.
અમદાવાદમાં સૌથી વધુ 732 જ્યારે 320 કોલ
ગઇ કાલે રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 4256 ઈમરજન્સી કોલ મળી ચૂક્યા છે, અમદાવાદમાં સૌથી વધુ 732 જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. નાગરિકો સિવાય 1400 થી વધારે પશુ-પંખીઓ ઘાયલ થયા.
758 પશુ અને 644 પક્ષીઓ ઈજાગ્રસ્ત
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળી ચૂક્યા હતા. જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની વાત કરીએ તો તેમની પાસે ૬૬૩ પક્ષીઓ ઇજાગ્રસ્ત હાલતમાં તેમની પાસે આવ્યા જેમાં ૩૪૭ કબૂતર, કોયલ અને અન્ય નાના પક્ષીઓનો સમાવેશ થાય છે.
57 શિકારી પક્ષીઓ પણ ઈજાગ્સ્ત, સારસ પક્ષી પણ ઈજાગ્રસ્ત
આ સિવાય 57 શિકારી પક્ષીઓ છે જેમને પણ ગંભીર ઈજાઓ થઈ છે 50 પેઇન્ટેડ સ્ટૉર્ક પક્ષીઓ ઈજાગ્રસ્ત થઈને આવ્યા છે. સારસ પક્ષી પણ ઈજાગ્રસ્ત થયું છે જેને સારવાર આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે