'હું રમવા માંગું છું, જગ્યા ક્યાં છે?....', અશ્વિનનો રિટાયરમેન્ટ પર ટોન્ટ, જાણો કોણ છે સંન્યાસનો ગુનેગાર

R Aswhin: વર્ષ 2024ના અંતમાં ભારતીય પ્રશંસકોને આર અશ્વિનને સંન્યાસ પર મોટો ઝટકો આપ્યો છે. અશ્વિનને ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝની વચ્ચે અચાનક સંન્યાસની જાહેરાત કરી તમામને ચોંકાવી દીધા હતા. દુનિયાભરની વાતો બની, પરંતુ અશ્વિનનો રિએક્શન શાંત હતો. હવે તેમણે પોતાના તે નિર્ણય પર વિસ્તારથી વાત કરી છે.

'હું રમવા માંગું છું, જગ્યા ક્યાં છે?....', અશ્વિનનો રિટાયરમેન્ટ પર ટોન્ટ, જાણો કોણ છે સંન્યાસનો ગુનેગાર

R Aswhin: વર્ષ 2024ના અંતમાં ટીમ ઈન્ડિયાએ પોતાના વર્લ્ડ ક્લાસ સ્પિનરને ખોઈ દીધા. તમે સમજી જ ગયા હશો કે અમે વાત કરી રહ્યા છીએ અશ્વિનની, જેણે વર્ષના અંતમાં અચાનક રિટાયરમેન્ટ લઈને તમામને હેરાન કરી દીધા. કોઈને પણ અશ્વિનના રિટાયરમેન્ટની જાણ નહોતી અને ધીમેથી વિદાય લઈ લીધી. ત્યારબાદ ટીમમાં ઉથલ પાથલથી લઈને ડ્રેસિંગ રૂમમાં શાબ્દિક ટપાટપીની વાતો સામે આવવા લાગી. એટલે સુધી કે અશ્વિનના પિતાએ ટીમ મેનેજમેન્ટને જ અશ્વિનના રિટાયરમેન્ટના ગુનેગાર બતાવી દીધા. પરંતુ હવે અશ્વિનને ખુદ તેના પર ખૂલીને વાત કરી છે.

ડ્રોપ થયા હતા અશ્વિન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં અશ્વિનને માત્ર એક મેચ રમવાનો મોકો મળ્યો હતો. પહેલા મુકાબલામાં તે ટીમનો ભાગ નહોતો. બીજીમાં તેની વાપસી થઈ અને એક વિકેટ મેળવી હતી. ત્રીજી ટેસ્ટમાં એક વાર ફરી ડ્રોપ થયો અને ત્યારબાદ તેમણે પોતાની ટેસ્ટ કરિયર પર વિરામ લગાવી દીધું. ટીમ ઈન્ડિયામાં હારની ઉથલ પાથલ હતી અને સીરિઝને 1-3થી ગુમાવવી પડી હતી. અશ્વિનને પોતાની જાતે ડ્રોપ થતાં હવે મૌન તોડ્યું છે.

શું બોલ્યા અશ્વિન?
અશ્વિનને રિટાયરમેન્ટ પર વાત કરતા પોતાના યૂટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું રે, હું ખુબ વિચારું છું, જીવનમાં શું કરવાનું છે. આપણે બધાએ એ સમજવું જરૂરી છે કે આ બધું સામાન્ય રીતે થતું હોય છે. જો કોઈને ખબર પડી જાય છે તો તેનું કામ પુરું થઈ જાય છે, તો એક વાર જ્યારે તે વિચારમાં આવી જાય છે. ત્યારે વિચારવા માટે કંઈ હોતું નથી. લોકોએ ઘણી બધી વાતો કહી, મને નથી લાગતું કે આ કોઈ મોટી વાત છે. તમે વિચારો શું થયું? મે પહેલી ટેસ્ટ રમી નહોતી, મે બીજી ટેસ્ટ રમી, ત્રીજી ના રમી. ત્યારે સંભવ હતું કે હું આગામી ટેસ્ટ રમી શકતો હતો કે નહોતો રમી શકતો. આ મારી રચનાત્મકાની એક બાજુ છે અને હું તેણે શોધવા માંગું છું. તે સમયે, મને લાગ્યું કે મારું ટેલેન્ટ પુરું થઈ ગયું છે એટલા માટે આ સરળ હતું.

ફેયરવેલની જરૂરત નહી: અશ્વિન
તેમણે વધુમાં જણાવ્યું હતું ક, જો હું બોલ લઈને મેદાન પર ઉતરું છું અને લોકો તાળીઓ પાડે છે તો તેનો શું ફરક પડશે? લોકો તેના વિશે ક્યા સુધી વાતો કરશે? જ્યારે સોશિયલ મીડિયા નહોતું, ત્યારે લોકો તેમના વિશે વાત કરતા હતા અને એક અઠવાડિયા બાદ ભૂલી જતા હતા. વિદાઈની કોઈ જરૂરિયાત નહોતી. મારી જાતે મને ઘણું બધું આપ્યું છે અને અમે ખુશીની સાથે રમતને એન્જોય કર્યું છે.

મારો ક્રિકેટમાં દમ હતો: અશ્વિન
અશ્વિનને વધુમાં જણાવ્યું હતું કે, હું હજું વધુ ક્રિકેટ રમવા માંગું છું, તેના માટે જગ્યા ક્યાં છે? સ્વાભાવિક છે કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં નહીં, પરંતુ ક્યાંક બીજેથી... હું રમત પ્રત્યે  ઈમાનદાર રહેવા માંગું છું. કલ્પના કરો કે હું રિટાયરમેન્ટ ટેસ્ટ રમવા માંગું છું પરંતુ હું તેના લાયક નથી. કલ્પના કરો, હું માત્ર એટલા માટે ટીમમાં છું કારણ કે આ મારી વિદાય ટેસ્ટ છે. હું એવું નથી ઈચ્છતો. મને લાગ્યું કે મારી ક્રિકેટમાં હજું વધારે તાકાત હતી. હું હજું વધારે રમી શકતો હતો પરંતુ હંમેશાં ત્યારે રમત ખતમ કરવી યોગ્ય હોય છે જ્યારે લોકો 'શું' પુછે છે ના કે 'કેમ નહીં'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news