Air Strike: કયો દેશ પંજશીરના યોદ્ધાઓની વ્હારે આવ્યો? તાલિબાન પર હવાઈ હુમલા કરી નાકમાં દમ લાવી દીધો
જશીર અંગે હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી. તાલિબાને જ્યાં પંજશીર પર કબજાનો દાવો કર્યો છે ત્યાં નોર્ધર્ન અલાયન્સના ફાઈટર્સનું કહેવું છે કે જંગ ચાલુ છે અને છેલ્લા શ્વાસ સુધી લડીશું. આ બધા વચ્ચે સોમવારે મોડી રાતે પંજશીરમાં તાલિબાનના ઠેકાણા પર હવાઈ હુમલા કરાયા.
Trending Photos
કાબુલ: પંજશીર અંગે હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી. તાલિબાને જ્યાં પંજશીર પર કબજાનો દાવો કર્યો છે ત્યાં નોર્ધર્ન અલાયન્સના ફાઈટર્સનું કહેવું છે કે જંગ ચાલુ છે અને છેલ્લા શ્વાસ સુધી લડીશું. આ બધા વચ્ચે સોમવારે મોડી રાતે પંજશીરમાં તાલિબાનના ઠેકાણા પર હવાઈ હુમલા કરાયા. આ હુમલામાં તાલિબાનને ભારે નુકસાનની વાત થઈ રહી છે.
એર સ્ટ્રાઈક
સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે મોડી રાતે તાલિબાની ઠેકાણાઓ પર હુમલા કરાયા. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે હુમલા કરનારા ફાઈટર જેટ્સ કયા દેશના હતા. પત્રકાર મોહમ્મદ અલ્સુલ્માનીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે અજાણ્યા વિમાન તાલિબાનના ઠેકાણા પર હુમલો કરી ભાગી ગયા. આ કોણે કર્યું? રશિયાએ કે તાઝિકિસ્તાને? આ હુમલામાં તાલિબાનને ભારે નુકસાનની વાત સામે આવી રહી છે.
તાલિબાને ચૂપ્પી સાધી
તાલિબાને હજુ આ ખબરો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ તેણે પંજશીર પર કબજાનો દાવો કરતા કહ્યું હતું કે અફઘાનિસ્તાનનો છેલ્લો ગઢ પણ તેમના કબજામાં આવી ગયો છે. જ્યારે નોર્ધર્ન અલાયન્સના પ્રમુખ અહમદ મસૂદે તાલિબાનના દાવાને ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું કે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું. અત્રે જણાવવાનું કે તાલિબાન ઘણા સમયથી પંજશીર જીતવાની કોશિશમાં લાગ્યું છે.
طائرات عسكرية مجهولة تستهدف مواقع طالبان في وادي بنجشير وعودة للمواجهات بين المعارضة والحركة
روسيا؟
طاجيكستان ؟
— Mohammed Alsulami| محمد السلمي (@mohalsulami) September 6, 2021
Tajikistan નું નામ સૌથી ઉપર
તાલિબાની ઠેકાણાઓ પર હવાઈ હુમલા બાદ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોણ પંજશીરના યોદ્ધાઓનો સાથ આપી રહ્યું છે. આ બધામાં સૌથી પહેલું નામ તાઝિકિસ્તાનનું સામે આવી રહ્યું છે. કારણ કે અહમદ મસૂદ હાલ તાઝિકિસ્તાનમાં હોવાનો દાવો થઈ રહ્યો છે. આ ઉપરાંત જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો તે સમયે અફઘાન સેનાના અનેક સૈનિક, ફાઈટર વિમાનો તાઝિકિસ્તાન પહોંચી ગયા હતા.
રશિયા અને ઈરાન ઉપર પણ શક
તાઝિકિસ્તાન નોર્ધર્ન અલાયન્સ અને તાલિબાન વિરોધી જૂથોને સાથ આપતું આવ્યું છે. આ જ કારણ છે કે તાલિબાન પર થયેલા હુમલા પાછળ તાઝિકિસ્તાનનો હાથ હોવાની વાત સામે આવી રહી છે. ત્યારબાદ રશિયા અને ઈરાનનું નામ પણ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે ઈરાને હાલમાં જ નોર્ધર્ન અલાયન્સના યોદ્ધાઓ પર પાકિસ્તાન દ્વારા થયેલા હુમલાની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે આ પ્રકારે બીજા દેશના મામલાઓમાં હસ્તક્ષેપ ખોટું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે