મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
મહાશિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250 થી વધુ રેગ્યુલર સર્વિસો ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વધારાની 300 મોટી બસોથી 4000 થી વધુ ટ્રિપો અને 70 મીની બસોથી 1000 થી વધુ ટ્રીપો દોડાવાશે.
Trending Photos
ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢના મહાશિવરાત્રી મેળા-2025 માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન અલગ અલગ શહેરોમાંથી બસો દોડાવાશે. જેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાંથી પણ વિશેષ બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
જુનાગઢ ખાતે તા-૨૨/૦૨/૨૦૨૫ થી ૨૭/૦૨/૨૦૨૫ સુધી આયોજિત થનાર મહાશિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250 થી વધુ રેગ્યુલર સર્વિસો ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વધારાની 300 મોટી બસોથી 4000 થી વધુ ટ્રિપો અને 70 મીની બસોથી 1000 થી વધુ ટ્રીપો દોડાવાશે. જેમાં, જુનાગઢ થી ભવનાથ તળેટી જવા-આવવા માટે દૈનિક ૭૦ મીની બસો મારફતે અલગથી બુથો ગોઠવી સંચાલન કરવામાં આવશે.
જ્યારે, જુનાગઢ આવવા જવા વિવિધ મુખ્યત્વે સ્થળો જેવા કે, રાજકોટ 40, અમદાવાદ 20, જામનગર 30, સોમનાથ 35, પોરબંદર 35, દ્વારકા 30, અમરેલી 35, ભાવનગર 25, ઉના 30 અને વડોદરા 20 બસો દોડાવાશે આ ઉપરાંત આજુબાજુના શહેરો માટે જરૂરિયાત મુજબ વધુ બસો દોડાવાશે.
* જેમાં મુસાફરો માટે આપવામાં આવતી અન્ય સુવિધાઓ *
- બસોના સમયની જાણકારી માટે ૨૪*૭ કન્ટ્રોલ રૂમ તેમજ એનાઉન્સમેન્ટ શરુ કરવામાં આવશે.
- ઓનલાઈન એડવાન્સ ટીકીટ માટે ૨૪*૭ ટીકીટ બુથની વ્યવસ્થા.
- મુસાફરોને બેસવા માટે અલાયદી બેઠક સુવિધા.
- મેળામાં આવતા-જતા મુસાફરોને બસમાં મુસાફરી સમયે પ્લેટફોર્મ ઉપર લાઈન-કયુ વ્યવસ્થા.
- પીવાના પાણીની વ્યવસ્થા.
- જેનો દર્શનાર્થીઓ અને યાત્રિકો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લેવા વિનંતી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે