Kankaria Balvatika: અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
કાંકરિયા પરિસરમાં નવીનીકરણમાં નામકરણ મામલે વિવાદ વચ્ચે બાલ વાટિકાના નવીનીકરણ બાદ ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. તમને જણાવી દઈએ કે જુના ગેટ ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ આજે સમગ્ર વિશ્વના નકશામાં અંકિત થયું છે. ત્યારે કાંકરિયા લેક ફ્રેન્ટ ખાતે અનેક વિવિધ એક્ટિવિટી કરવામાં આવી છે. ત્યારે નાના બાળકોથી લઇ સૌ કોઇ માટે કાંકરિયા ખાતે આવેલું બાલવાટિકા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બાલવાટિકમાં વધુ સુવિધા અને નવા રંગ પુરવાની સાથે રિ ડેવલપમેન્ટ કરી ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે.
કાંકરિયા પરિસરમાં નવીનીકરણમાં નામકરણ મામલે વિવાદ વચ્ચે બાલ વાટિકાના નવીનીકરણ બાદ ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. તમને જણાવી દઈએ કે જુના ગેટ ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું. પરંતુ નવીનીકરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવાયું છે.
કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે કે સત્તાના નશામાં ભાજપ નિમ્ન સ્તરની રાજનીતિ કરતું આવ્યું છે. ગઈકાલે આજ મામલે મ્યુનિસિપલ સામાન્ય સભામાં પણ વિપક્ષે મામલો ઉઠાવ્યો હતો. પરંતુ તેમ છતાં નવું નામ બદલી અગાઉ મુજબનું જ કરવા કોંગ્રેસ હાલ માંગણી કરી રહ્યું છે. નોંધનીય છે કે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને બાળકો અત્યંત પ્રિય હતા અને બાળકો તેમને ચાચા નહેરુ સંબોધતા હતા. કાંકરિયા પરિસરમાં બાળકોના મનોરંજન માટેના સ્થળને ચાચા નહેરુ બાલવાટિકા નામ અપાયું હતું.
તો બીજી તરફ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. રિક્રિએશન કમિટી ચેરમેને જણાવ્યું છે કે ચાચા નહેરુ નામ રાખવા કોઈ ઠરાવ થયેલો ન હતો. નવીનીકરણ થઇ રહ્યું છે એટલે નવું નામ જ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે