Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું, જાણો ચોંકાવનારા કારણો
Dating A Married Man: પ્રેમ આંધળો હોય છે એવું કહેવાય છે. પરંતુ જ્યારે વાત કોઈની સાથે રિલેશનશીપ શરુ કરવાની હોય તો આંખ ઉઘાડીને નિર્ણય લેવો જોઈએ. ખાસ કરીને યુવતીઓએ તો પ્રેમની રાહ પર સમજીવિચારીને જ આગળ વધવું જોઈએ.
Trending Photos
Dating A Married Man: પરિણીત પુરુષોના એક્સ્ટ્રા મેરિટલ અફેરની ખબર રોજ સાંભળવા મળે છે. આવા કિસ્સામાં સૌથી વધારે એવું સાંભળવા મળે છે કે પરિણીત પુરુષના પ્રેમમાં કુંવારી છોકરી પડી હોય. એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત આવે ત્યારે વિચાર પણ આવે કે એ કુંવારી યુવતી પરિણીત પુરુષના પ્રેમમાં કેવી રીતે પડી શકે ? કુંવારી છોકરી જો કોઈ પરિણીત પુરુષ સાથે રિલેશન રાખે છે તો તેનો અંજામ ખતરનાક જ હોય છે. સમાજની દ્રષ્ટિએ પણ તેને અનૈતિક સંબંધ માનવામાં આવે છે. કોઈપણ યુવતીએ પરિણીત પુરુષ સાથે રિલેશનશિપમાં આવતા પહેલા એ જાણી લેવું જોઈએ કે આ સંબંધોનો અંત કેવો હશે અને તેનાથી કહેવા નુકસાન થશે. જ્યારે કોઈ કુંવારી યુવતી પરિણીત પુરુષને સાથે સંબંધ રાખે છે તો તેને આ પ્રકારના પરિણામ ભોગવવા પડે છે.
પરિણીત પુરુષ સાથે સંબંધ રાખવાના નુકસાન
જાહેરમાં મળવું અશક્ય
જે વ્યક્તિ પહેલાથી પરણીત હશે તે તમને જાહેરમાં ક્યારેય સ્વીકારશે નહીં. પરિણીત પુરુષ જાહેર જગ્યાએ મળવાનું પણ ટાળશે. જો કદાચ મળવાનું થાય તો પણ મનમાં હંમેશા બદનામીનો ડર અને ગીલ્ટ રહેશે. પરિણીત વ્યક્તિને ફોન કરવા માટે મળવામાં હંમેશા ડર રહે છે. સૌથી મોટી વાત એ છે કે આવા સંબંધમાં પરિણીત પુરુષની પત્નીને છેતરવી પડે છે. જે વાતનો માનસિક ભાર હંમેશા રહે છે.
પ્રેમ બની જશે જુઠ્ઠાણું
જ્યારે કુંવારી છોકરી કોઈ પરણીત પુરુષના પ્રેમમાં હશે તો તે ક્યારેય પણ જાહેરમાં પોતાના પ્રેમની વાત સ્વીકારી નહીં શકે કે કોઈને જણાવવી પણ નહીં શકે. પોતાના પરિવારથી લઈને મિત્રો સામે પણ હંમેશા ખોટું બોલવું પડશે. પરિવારના સભ્યોને પણ તમે ક્યારેય નહીં જણાવી શકો કે તમે કોઈ પુરુષના પ્રેમમાં છો અને આવા સંબંધનો કોઈ ફ્યુચર પણ નહીં હોય તેથી પ્રેમ એક જુઠ્ઠાણું બની જશે.
ઘર તોડનાર શબ્દ
ભલે કુંવારી છોકરી પ્રેમને લઈને સીરીયસ હોય પરંતુ જ્યારે પુરુષ પરણીત હોય છે તો યુવતી પર ઘર તોડનાર મહિલાનું ટેગ લાગી જાય છે. આવા સંબંધો જાહેર થાય ત્યારે ઘર તોડનાર તરીકે યુવતીને ઓળખવામાં આવે છે. એક વખત આ ટેગ લાગી ગયા પછી સમાજમાં યુવતીનું રહેવું મુશ્કેલ થઈ જાય છે.
ભવિષ્ય પર હંમેશા રહેશે પ્રશ્નાર્થ
પરિણીત પુરુષ ગાઢ પ્રેમની વાત કરશે તેમ છતાં એ વાતની કોઈ ગેરંટી નહીં હોય કે તે પોતાની પત્નીને છોડીને તમને સ્વીકારશે. એટલે કે કુંવારી છોકરીનું ફ્યુચર હંમેશા પ્રશ્નાર્થવાળું રહેશે. જો ખરેખર પરિણીત પુરુષના ડિવોર્સ થઈ જાય તો પણ નવા સંબંધમાં સેટ થવું મુશ્કેલ હોય છે.
પ્રાયોરિટી બનવું મુશ્કેલ
પરિણીત પુરુષ જ્યારે યુવતી સાથે હોય ત્યારે તેને ખૂબ પ્રેમ કરે તેમ છતાં તેની પ્રાયોરિટી હંમેશા પરિવાર અને પત્ની જ રહેશે. જાહેરમાં પણ તેણે પોતાની પત્ની સાથે જ પ્રેમથી રહેવું પડશે. પરિણીત પુરુષના જીવનમાં કુંવારી યુવતી ક્યારેય પ્રાયોરિટી બની શકતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે