વાત વાતમાં નીતિન પટેલે કહી દીધી મોટી વાત! રાજકારણમાં વધી ગયા દલાલ, કોના તરફ આંગળી ચીંધી?
Nitin Patel Statement : મહેસાણાના ડરણ ગામમાં નીતિન પટેલના ભાજપ હોદ્દેદારો સામે જ પ્રહાર... કહ્યું, રાજકારણમાં વધી ગયા છે દલાલ... દલાલી કરતા કરતા કરોડપતિ બના ગયા ઘણા લોકો... ભાજપ નેતાની ઓળખ આપી કઢાવે છે કામ..
Trending Photos
Gujarat Politics : મહેસાણાના કડીના ડરણ ગામમાં નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકારણમાં દલાલો વધી ગયાનું જાહેરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવા દલાલો ભાજપનો કાર્યકર અને હોદ્દેદારો છું એવું કહી ઓળખાણ રાખે છે અને જેથી અધિકારીઓ ફટાફટ કામ કરી આપે છે. દલાલી કરતા અનેક કરોડપતિ થઈ ગયા. ત્યારે જાહેર મંચ પરથી નીતિન પટેલના નિવેદનથી ચર્ચા જાગી છે.
કડીના ડરણ ગામમાં ડરણ કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના સ્ટેજ ઉપરથી નીતિન પટેલે રાજકારણની વાત વાતમાં મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખ રાખવાની. હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું... કહીં ઓળખાણ રાખે છે. ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે. દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા છે.
ત્યારે નીતિન પટેલનું વધુ એકવાર ભાજપના જ કાર્યકરો, હોદ્દેદારો અને નેતાઓ સામે બિન્દાસ નિવેદન સામે આવ્યું છે. કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, આ બધું જમીનોની દલાલીથી નથી થયું. કડદા કરી લોકોનું કરી નાંખીને નથી થયું. આ પ્રજાના પ્રેમથી કામ થાય છે. પ્રજાના પ્રેમથી જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે એને નેતા ના કહેવાય. હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દો મળવો મોટી વાત નથી, સફળ બનાવવું એ મહત્વનું છે.
ત્યારે નીતિન પટેલનું આ નિવેદન કયા નેતા તરફ ઈશારો કરે છે તે અંગે ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલ કેમ આવું બોલ્યા અને તેમનો ઈશારો કોના તરફ છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે