આ છે દુનિયાના સૌથી અમીર વડાપ્રધાન..! ભારતની નજીક આવેલા દેશના PMની નેટવર્થ જાણીને ચોંકી જશો
Worlds richest PM: દુનિયામાં પૈસાદાર રાજનેતાઓની કોઈ ખોટ નથી. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સુધી અરબપતિ નેતાઓનો જલવો યથાવત છે. તેની વચ્ચે ભારતથી 4128 કિલોમીટર દૂર આવેલાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી હાલ ચર્ચામાં છે.
Trending Photos
Worlds richest PM: દુનિયામાં પૈસાદાર રાજનેતાઓની કોઈ ખોટ નથી. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સુધી અરબપતિ નેતાઓનો જલવો યથાવત છે. તેની વચ્ચે ભારતથી 4128 કિલોમીટર દૂર આવેલાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી હાલ ચર્ચામાં છે. ત્યારે કોણ છે થાઈલેન્ડના પ્રધાનમંત્રી? તેમની પાસે કેટલી સંપત્તિ છે? તો ચાલો જાણીએ તેમની પાસે કેટલી છે સંપત્તિ.
કુલ સંપત્તિ 3432 કરોડ રૂપિયા
આ બધી સંપત્તિ એક રાજનેતાની સંપત્તિનો ભાગ છે. આ નેતાનું નામ છે પેન્ટોગટારન શિનવાત્રા. તે હાલમાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી છે. તેમણે પોતાની સંપત્તિ સાર્વજનિક કરી છે. જેમાં આ અંગે મોટો ખુલાસો થયો છે. આ ઉપરાંત થાઈલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી થાકસિનના દીકરી પેન્ટોગટારનની કુલ સંપત્તિ 324 મિલયન પાઉન્ડ છે.
- 40 કરોડની 75 લક્ઝરી ઘડિયાળ
- 19 કરોડ રૂપિયાની 217 ડિઝાઈનર હેન્ડ બેગ્સ
- 17 કરોડ રૂપિયાની 23 લક્ઝરી ગાડીઓ
સપ્ટેમ્બર 2024માં પેન્ટોગટારન થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ નિયમ પ્રમાણે તેમણે રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી કમિશન સામે પોતાની સંપત્તિની વિગત આપી હતી.
પ્રધાનમંત્રીની સંપત્તિ જોઈને દુનિયા દંગ
પેન્ટોગટારના જણાવ્યા અનુસાર તેમણે 250 મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યુ છે. જ્યારે તેમની પાસે 23 મિલિયન પાઉન્ડ રોકડ ડિપોઝીટ છે. તેમની જાપાન અને લંડનમાં પણ પ્રોપર્ટી આવેલી છે. તેમની પાસે 1.2 મિલિયન પાઉન્ડના 205 સેટ ઈયર રિંગ્સ છે. તેમણે 117 મિલિયન પાઉન્ડનું દેવુ હોવાનું પણ જણાવ્યું છે.
થાઈલેન્ડના પૈસાદાર મહિલા પ્રધાનમંત્રી
38 વર્ષની પેન્ટોગટારન શિનવાત્રા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચેનલ જેકેટ અને બેગથી લઈને ગુચીના બૂટના ફોટો અવારનવાર શેર કરતી રહે છે. શિનવાત્રા પરિવાર દાયકાઓથી થાઈલેન્ડની રાજનીતિમાં સૌથી પ્રભાવશાળી રહ્યો છે.
હાલના પ્રધાનમંત્રીના પિતા થાકસિન શિનવાત્રાએ 1980ના દાયકામાં શિન કોર્પોરેશનની સ્થાપના કરી હતી. તેનાથી તે થાઈલેન્ડના સૌથી ધનિક વ્યક્તિમાં એક બની ગયા હતા અને તેમનો વારસો આજે તેમની દીકરી પેન્ટોગટારન શિનવાત્રા સંભાળી રહી છે. જે દુનિયાની સૌથી પૈસાદાર પ્રધાનમંત્રી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે