ફરી એકવાર ત્રાટકશે ભયાનક વાવાઝોડું; ગુજરાત સહિત 20થી વધુ રાજ્યોમાં તોફાની પવન અને વરસાદની આગાહી
Ambalal Patel Weather Forecast: આ મહિનામાં ફરી એકવાર હવામાન બદલાઈ રહ્યું છે. ફરી એકવાર એક વાવાઝોડું દેશમાં ત્રાટકવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે 16 જાન્યુઆરી સુધી દેશભરના 20 થી વધુ રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને શીત લહેરને કારણે તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યો ધુમ્મસની ઝપેટમાં આવી ગયા હતા.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યારે બિહારમાં પણ હવામાન વિભાગે આજે સાંજથી ઠંડા પવનની આગાહી કરી છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જાણો આજે બંને રાજ્યોમાં કેવું રહેશે હવામાન.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે
બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરી છે તે જોતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યો છે. જે જોતા ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલ અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં થયેલું છે. એટલું જ નહિ, ઘઉંની ઉંબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી છે. તો રાયડો પણ લચવા લાગ્યો છે ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
આ રાજ્યોમાં વરસાદ અને ધુમ્મસ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પાકિસ્તાનના નીચલા-ઉપલા ભાગો અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં સક્રિય છે. પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેની સાથે ટ્રફ લાઇન પણ સક્રિય છે. આના કારણે, ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર તરફથી પશ્ચિમી પવનો આવી રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપ અને પૂર્વીય પવનોની અસરને કારણે, ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આજે, 12 જાન્યુઆરીના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે કરા પડવાની શક્યતા છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે.
૧૩ જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ વીજળીના કડાકા સાથે હળવો થી મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૩ જાન્યુઆરીએ દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીને અડીને આવેલા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલય ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. તેની અસરને કારણે, 15 જાન્યુઆરી સુધી તમિલનાડુ, કરાઈકલ, રાયલસીમા, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, યાનમ, પુડુચેરીમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની શક્યતા છે.
14 જાન્યુઆરીની રાતથી એક નવો પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. તેની અસરને કારણે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. ૧૫ જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, મેઘાલય, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સવાર અને સાંજે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
હિમાચલમાં ક્યારે બરફ પડશે?
હવામાન વિભાગના અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે શનિવાર અને રવિવારે હિમાચલ પ્રદેશના નીચલા અને મેદાની વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. શિમલા અને મનાલી સહિતના પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષાની આગાહી છે. ૧૪ જાન્યુઆરીની રાત્રિથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય થઈ રહેલા નવા પશ્ચિમી વિક્ષેપને કારણે, ગુરુવાર અને શુક્રવારે પણ હિમાચલમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે.
Trending Photos