આજે રાત્રે ચંદ્ર જોવાનું ચૂકશો નહીં, 30 ટકા મોટો અને વધુ ચમકદાર હશે
Trending Photos
નવી દિલ્હીઃ આજની રાત્રી અત્યંત સુંદર હશે, કેમ કે અન્ય દિવસોની સરખામણીએ આજે ચંદ્ર વધુ મોટો અને વદુ ચમકદાર દેખાશે. આજની રાત્રે જે ચંદ્ર દેખાશે તેને વૈજ્ઞાનિકોએ 'સુપર સ્નો મૂન' (Super Snow Moon) નામ આપ્યું છે. આજે ચંદ્ર પૃથ્વીની સપાટીની એકદમ નજીક હશે.
જો, તમે આજે ચંદ્ર જોવાનું ચૂકી જશો તો આગામી 7 વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે. વૈજ્ઞાનિકોએ આજની ઘટનાને સ્ટોર્મ મૂન (Storm Moon), હંગર મૂન (Hunger Moon), બોન મૂન (Bone Moon) અને સ્નો મૂન (Snow Moon) એવા વિવિધ નામ આપ્યા છે.
કયા સમયે જોશો
આજે રાત્રે લગભગ 9 કલાક અને 23 મિનિટે ભારતમાં ચંદ્ર પૃથ્વીની સપાટીની સૌથી નજીક હશે. દિલ્હીમાં સાંજે 6.30 કલાકે, મુંબઈમાં રાત્રે 9.23 કલાકે અને કોલકાતામાં સૂર્ય ડૂબવાના લગભગ અડધા કલાક બાદ આ ઘટના નિહાળી શકાશે.
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ઘટી જવાને કારણે ચંદ્રની ચમક વધી જાય છે અને આ કારણે જ તેને સૂપરમૂન કહે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેના કારણે ચંદ્રનો આકાર લગભગ 14 ટકા વધુ અને ચમક 30 ટકા વધી જાય છે.
આ અગાઉ, 21 જાન્યુઆર, 2019ના રોજ સુપરમૂન જોવા મળ્યો હતો, પરંતુ ભારતમાં તેના દીદાર થયા ન હતા. આજના દિવસ બાદ 21 માર્ચ(પૂર્ણિમા)ના દિવસે પણ સુપરમૂન જોવા મળશે, પરંતુ આજે ચંદ્ર પૃખથ્વીની સૌથી વધુ નજીક હશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આજે જે સુપરમૂનના દીદાર થશે, પરંતુ બ્લડ રેડ મૂન (Blood Red Moon) માટે રાહ જોવી પડશે. વિશ્વમાં બ્લડ રેડ મૂનની ઘટના હવે છેક 2028 અને ત્યાર બાદ 2037માં સર્જાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે