ગણતરીના કલાકોમાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય જોરદાર પલટી મારશે, રંકમાંથી બનશો રાજા, બંપર લાભ થશે!
આ વખતની વસંત પંચમી ખુબ જ શુભ હોવાનું જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે. કર્મોના ફળદાતા શનિદેવની ચાલમાં મોટો ફેરફાર જોવા મળશે જેના કારણે 3 રાશિવાળાનું ભાગ્ય જોરદાર પલટી મારી શકે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ રાશિની સાથે સાથે સમયાંતરે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. શનિ એક નક્ષત્રમાં લગભગ એક વર્ષ સુધી રહે છે. આવામાં તેમને એક નક્ષત્રમાં ફરીથી આવવામાં 27 વર્ષ લાગે છે. કારણ કે નક્ષત્રોની સંખ્યા 27 છે. શનિ 2 ફેબ્રુઆરીના રોજ સવારે 8.51 વાગે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે. આવામાં ગુરુના નક્ષત્રમાં શનિના પ્રવેશથી 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. જાણો તે 3 રાશિઓ કઈ કઈ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિની આ ચાલ ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. તમારા લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. તમારું પોતાનું ઘ કે વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. લાંબા સમય બાદ જૂના મિત્રો કે સંબંધીઓ સાથે મુલાકાતના યોગ છે. જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારો બિઝનેસ સારો ચાલશે અને ઘણો નફો થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે કોઈ નવો પ્લોટ ખરીદી શકો છોકે પ્લોટ પર મકાનનું નિર્માણ શરૂ કરાવી શકો છો. જેનાથી તમારા કમાણીના સ્ત્રોત વધશે. જોબ બદલવાનું વિચારતા જાતકો માટે સારો સમય રહેશે. તમને શાનદાર પેકેજ સાથે નવી કંપનીમાંથી જોબ ઓફર લેટર મળી શકે છે. કાર્યસ્થળે પગાર વધારાની સાથે પ્રગતિના પણ યોગ છે.
કુંભ રાશિ
શનિદેવનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરવાથી આ રાશિના જાતકોને અનેક લાભ મળી શકે છે. આ ગોચરના કારે જાતકોનો પરિવાર સાથે સારો સમય પસાર થશે. તેમની કરિયર સંબંધિત બાધાઓ દૂર થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જેનાથી પરિવારની આવક વધશે. ઘરમાં માંગલિક કે શુભ કાર્ય બનવાના યોગ છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos