Fitkari Benefits: સ્કિન પરથી ડાઘ દુર કરવાનો સસ્તો ઉપાય છે ફટકડી, આ 3 માંથી કોઈ એક રીતે કરો ઉપયોગ
Fitkari Benefits: ચહેરા પર જો ડાઘ પડી ગયા હોય તો તેને દુર કરવા મોંઘી ક્રીમ વાપરવાની જરૂર નથી. આ કામ ફટકડીની મદદથી પણ થઈ શકે છે. ફટકડીનો આ રીતે ઉપયોગ કરશો તો સ્કિન એકદમ ક્લીયર દેખાવા લાગશે.
Trending Photos
Fitkari Benefits: દરેક વ્યક્તિ બેદાગ અને સુંદર ત્વચા ઈચ્છે છે. પરંતુ આહાર, તડકો અને પ્રદૂષણ ત્વચાને ડેમેજ કરે છે જેના કારણે સ્કિન પર ડાઘ દેખાવા લાગે છે. ખરાબ જીવનશૈલીના કારણે પણ ત્વચા પર ડાઘ અને ખીલ જેવી સમસ્યા દેખાય છે. આવી તકલીફોને દુર કરવા માટે સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ લોકો કરે છે. પરંતુ આ વસ્તુઓમાં હાનિકારક કેમિકલ હોય છે. જે ત્વચાને નુકસાન પણ કરી શકે છે. જો તમે આ વસ્તુઓના ઉપયોગ વિના ઘરેલુ ઉપાયની મદદથી ડાઘ દુર કરવા માંગો છો તો આજે તમને એક સસ્તો અને સરળ ઉપાય જણાવીએ.
સ્કિનને સુંદર અને ડાઘરહિત કરવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. ફટકડીને તમે સ્કિન પર 3 રીતે અપ્લાય કરી શકો છો. ફટકડીનો ઉપયોગ કરવાથી સ્કિનની રંગત ખીલે છે અને ડાઘ પણ દુર થાય છે.
ફટકડી અને ગુલાબ જળ
ચહેરાના ડાઘ દુર કરવા માટે ફટકડીમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવી શકાય છે. તેના માટે ફટકડીનો પાવડર જરૂર અનુસાર લઈ તેમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને સારી રીતે સ્કિન પર અપ્લાય કરો અને 15 મિનિટ પછી પાણીથી ચહેરો સાફ કરો. સપ્તાહમાં 3 વખત આ પેસ્ટ લગાડશો તો ચહેરાની રંગત ખીલી જશે.
ફટકડી અને એલોવેરા
ચહેરા પરના ડાઘ દુર કરવા એલોવેરા અને ફટકડી પણ વાપરી શકાય છે. એક ચમચી ફટકડીના પાવડરમાં એલોવેરા જેલ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાડો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી ખીલના ડાઘ ઝડપથી દુર થશે.
મુલતાની માટી અને ફટકડી
સ્કિન પરના ડાઘ દુર કરવા માટે ફટકડીમાં મુલ્તાની માટી મિક્સ કરીને લગાડી શકાય છે. એક વાટકીમાં 2 ચમચી મુલ્તાની માટી લઈ તેમાં દૂધ અને 1 ચમચી ફટકડી મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર અપ્લાય કરો. 15 મિનિટ પછી પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે