ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચ્યા, જમીન-મકાન ખરીદવું હોય તો ખરીદી લો
Property Investment In Gujarat : અમદાવાદ હવે મુંબઈ જેવી માયાનગરી બની રહી છે... અમદાવાદમાં હવે એર્ફોડેબલ મકાનોનો સ્ટોક ઝડપથી પૂરો થઈ રહ્યો છે... ચલો જાણીએ કેમ આ શહેરમાં એર્ફોડેબલ હાઉસ ખરીદવું ગજા બહારનું બની રહ્યું છે
Trending Photos
Ahmedabad Property Market : દરેક ગુજરાતીનું સપનું અમદાવાદમાં ઘર ખરીદવાનું હોય છે. પરંતું મોંઘવારીમાં અમદાવાદમાં એક બજેટ હાઉસ ખરીદવું પણ હવે સપનું રહી જશે. કારણ કે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બેંગલોર, દિલ્હી, મુંબઈ જેવા શહેરો સાથે અમદાવાદની સરખામણી થતા હવે અમદાવાદ પણ ઘર ખરીદવા લાયક રહ્યું નથી. એક સમયે અમદાવાદ અર્ફોડેબલ હાઉસિંગ માટે બેસ્ટ માર્કેટ કહેવાતું હતું, પરંતું હવે અહીં અમદાવાદમાં ઘર ખરીદવું ગજા બહારનું બની ગયું છે.
મોંઘવારીએ કમર તોડી નાંખી છે. તો હવે અમદાવાદમાં એર્ફેોડેબલ હાઉસની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે અમદાવાદમાં એર્ફોડેબલ હાઉસ મળી રહે છે. પરંતું હવે ઘરનું ઘર ખરીદવું બજેટની બહાર જઈ રહ્યું છે. એટલું જ નહિ, માર્કેટમા એર્ફોડેબલ હાઉસની પ્રાપ્તિ પણ પણ 54 ટકા ઓછી થઈ રહી છે. વર્ષ 2024 માં તેનો પુરવઠો ઘટીને 24 ટકા થઈ ગયો છે.
અમદાવાદ અને ગાંધીનગરના પ્રોપર્ટીના ભાવ વધ્યા
લોકોની સાથે અમદાવાદના બિલ્ડર્સ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવા લાગ્યા છે. કારણ કે, અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ અર્ફોડેબલ માર્કેટ તરીકે પ્રખ્યાત છે. પરંતું હવે પિક્ચર બદલાયું છે. અમદાવાદ અર્ફોડેબલ માર્કેટની રેન્જમાંથી બહાર નીકળી ગયું છે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) રેસિડેક્સના સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા મુજબ, દેશના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદ અને ગાંધીગનરમાં વર્ષ ૨૦૧૭-૧૮થી લઈને અત્યાર સુધીમાં મકાનોના ભાવ સૌથી વધુ વધ્યા છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ પ્રોપટાઈગર મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશના આઠ મોટા શહેરો- અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પુણેમાં મકાનોના વેચાણમાં ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. પ્રોપટાઈગર મુજબ, વર્ષ ૨૦૧૭-૧૮થી લઈને અત્યાર સુધીના સમયગાળામાં ગાંધીનગરનો હાઉસિંગ પ્રોપર્ટી ઈન્ડેક્સ (HPI) ૧૦૦ના બેઝથી ઉછળીને ૨૩૩ને સ્પર્શી ગયો છે, જ્યારે અમદાવાદનો ૨૧૦એ પહોંચી ગયો છે. જેની સામે દેશના અન્ય શહેરો મકાનોના ભાવ વધવાની દ્રષ્ટિએ ઘણા પાછળ છે. આ બે શહેરોમાં છેલ્લા સાતથી આઠ વર્ષમાં મકાનોના ભાવ ડબલ કરતા વધારે થઈ ગયા છે.
ભાવ વધવાનું કારણ શું
અમદાવાદમાં હવે એર્ફોડેબલ હાઉસિંગ મળી નથી રહ્યાં. તેના અનેક કારણો છે. જમીન, મજૂરી અને બાંધકામ મટીરિયલના ભાવ વધ્યા છે. આ ભાવ બિલ્ડરોને પણ પોસાય તેમ નથી. આ કારણે એર્ફોડેબલ હાઉસિંગના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત બિલ્ડરોના માથે જંત્રીની પણ જફા ઉભી છે. તેથી બિલ્ડરો પણ નફો થાય તેવી સ્કીમ મૂકી રહ્યાં છે. આ જ કારણ છે કે, એર્ફોડેબલ હાઉસ બનાવવામાં બિલ્ડરોને પણ રસ નથી રહ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે