Budget 2025 LIVE: સંસદ ભવન પહોંચ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ, સવારે 11 વાગે નાણામંત્રી સંસદમાં રજુ કરશે બજેટ

Union Budget 2025: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કરશે. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ દુનિયા આ બજેટની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. બજેટની પળેપળની અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....

Budget 2025 LIVE: સંસદ ભવન પહોંચ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ, સવારે 11 વાગે નાણામંત્રી સંસદમાં રજુ કરશે બજેટ
LIVE Blog

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

01 February 2025
10:12 AM

બજેટ સારા માહોલમાં આવશે- કિરિન રિજિજૂ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે કે દુનિયાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. બજેટ સારા માહોલમાં આવશે, તેની અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. બજેટ હવે રજુ થશે અને અમે બધા સંસદ જઈ રહ્યા છીએ. 

10:03 AM

સંસદ ભવન પહોંચ્યા નાણામંત્રી
રાષ્ટ્રપતિ દ્રૈૌપદી મુર્મૂ સાથે મુલાકાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનથી રવાના થઈને સંસદ ભવન પહોંચ્યા. સવારે 11 વાગે સંસદમાં બજેટ રજુ કરશે. 

09:41 AM

નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
નાણા મંત્રાલયથી નીકળીને નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને બજેટ રજુ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા. 

09:32 AM

બજેટની કોપીઓ સંસદ પહોંચી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાનું આઠમું બજેટ રજુ કરશે. બજેટની કોપીઓ હાલ સંસદ પહોંચી ગઈ છે. 

08:54 AM

નાણા મંત્રી પહોંચ્યા નાણા મંત્રાલય
આજે દેશનું સામાન્ય બજેટ રજુ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલ નાણા મંત્રાલય પહોંચ્યા છે. તેઓ આજે સંસદમાં બજેટ રજુ કરશે. 

08:51 AM

ઈન્ફ્રાસ્ટ્ર્કચર પર રોકાણ પર ભાર
ભારતને વૃદ્ધિની ઊંચી રફતાર જાળવી રાખવા માટે આગામી બે દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણને સતત વધારવાની જરૂર છે. ઈકોનોમિક સર્વે 2024-25માં કહેવાયું કે ભારતે ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખવા માટે આગામી બે દાયકામાં રોકાણ સતત વધારવાની જરૂર છે. 
 

08:48 AM

આ રાજ્યની ભાગીદારી વધુ
આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુી દેશની કુલ ઈન્ડસ્ટ્રીયલ ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (જીએસવીએ)માં ભાગીદારી 43 ટકા નજીક છે. જ્યારે સિક્કિમ અને અસમને બાદ ક રતા છ પૂર્વોત્તર રાજ્યોની કુલ જીવીએમાં ભાગીદારી 0.7 ટકા છે. 

08:48 AM

ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટર પર ફોકસ
આર્થિક સર્વેક્ષણમાં શુક્રવારે કહેવાયું કે રાજ્યોને ઔદ્યોગિક કે સેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ હાંસલ કરવા માટે પ્રાથમિકતાના આધાર પર વ્યવસાયિક સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. 

08:29 AM

રિસાઈકલિંગ ઈકોસિસ્ટમ પર ફોકસની આશા
ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ ઈ કચરા ઉત્પાદક દેશ છે. વાર્ષિક 32 લાખ ટનથી વધુ ઈ કચરો પેદા થાય છે. સમયની માંગણી જોતા આ બજેટમાં સસ્ટેનેબિલિટી અને સંસાધનોના મામલે આત્મનિર્ભરતા પર પહેલા કરતા વધુ ફોકસની આશા છે. 
 

08:09 AM

મિડલ ક્લાસને મળી શકે છે રાહત
પીએમ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે ધનની દેવીનું આહ્વાન કર્યા બાદ આવકવેરામાં રાહત મળવાની આશા વધી છે. ખાસ કરીને નીચલા મધ્યમ વર્ગને બજેટમાં કઈક રાહત મળી શકે છે. 

08:09 AM

માત્ર 3 નાણામંત્રીએ રજૂ કર્યું 8 વખત બજેટ
અત્યાર સુધી ભારતમાં ફક્ત ત્રણ નાણામંત્રીઓ મોરારજી દેસાઈ, પી ચિદંબરમ અને પ્રણવ મુખર્જીને આઠ કે તેનાથી વધુ વખત બજેટ રજુ કરવાની તક મળી છે. નિર્મલા સીતારમણ આ યાદીમાં સામેલ થઈને ઈતિહાસ રચશે. 

08:08 AM

નાણામંત્રી રચશે ઈતિહાસ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે શનિવારે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કરશે. આમ તો દર વર્ષે સામાન્ય બજેટ દેશના આર્થિક દ્રષ્ટિકોણથી ખુબ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે બજેટ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની નીતિઓની દિશા નક્કી કરે છે. પરંતુ બજેટ 2025-26 વધુ ખાસ હશે. કારણ કે આ સાથે નિર્મલા સીતારમણ એવા ગણ્યા ગાંઠ્યા નાણામંત્રીઓમા સામેલ થઈ જશે તેમણે આઠ વખત કેન્દ્રીય બજેટ રજુ કર્યું છે. 

Trending news