'પાવરી ગર્લ' ને મળ્યો મોટો બ્રેક, એકદમ સુંદર અદાઓ સાથે પાથર્યો જાદૂ

'પાવરી ગર્લ' દાનાનીર મુબીન (Pawri Girl Dananeer Mubeen) ફરી એકવાર ટ્રેંડમાં છે. તેમણે ઈંસ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કરી સેમસંગ (Samsung) ના એડમાં કાસ્ટ કરવા અંગેની જાણકારી આપી છે. તેમના ફેન્સ તેમની આ ઉપલબ્ધિથી ખૂબ ખુશ છે. 

'પાવરી ગર્લ' ને મળ્યો મોટો બ્રેક, એકદમ સુંદર અદાઓ સાથે પાથર્યો જાદૂ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં ઇન્ટરનેટ સેંસેશન (Internet Sensation) તરીકે ઉભરેલી 'પાવરી ગર્લ' (Pawri Girl) ફરી એકવાર ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાન (Pakistan)ની દાનાનીર મુબીન (Dananeer Mubeen) કરી, જે એક વીડીયોથી દુનિયાભરમાં છવાઇ ગઇ હતી. સોશિયલ મીડિયા (Social Media) પર ચોતરફ તેમની જ વાત થઇ રહી હતી અને જોત જોતાં તેમને સેલિબ્રિટીનું સ્ટેટસ પ્રાપ્ત થઇ ગયું હતું. પાવરી ગર્લ દાનાનીર મુબીન તે વાયરલ વીડિયો (Viral Video) બાદ હવે ફરીથી વાયરલ થઇ રહી છે. 

ફરી રોશન થઇ 'પાવરી ગર્લ'નું નામ
'પાવરી ગર્લ' દાનાનીર મુબીન (Pawri Girl Dananeer Mubeen) હાલ એક મોટા બ્રાંડની એડમાં જોવા મળી રહી છે. આજે એટલે કે 17 માર્ચ 2021ની સાંજે 7 વાગે સેમસંગ (Samsung) પોતાના ગેલેક્સી (Galaxy) સીરીઝની નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઇ રહી છે. દાનાનીર મુબીનએ પોતાના સોશિયલ મીડિયા  (Social Media) એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી તેની જાણકારી આપી છે. સેમસંગ (Samsung) ની એડમાં જોવા મળનાર દાનાનીર માટે ખરેખર એક મોટી ઉપપબ્ધિ છે. 

ફેન્સે તેને ગણાવી અસલી પાવરી
દાનાનીરના ઇંસ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે. 'પાવરી ગર્લ' (Pawri Girl) ના ફેન્સ તેની આ ઉપલબ્ધિથી ખૂબ ખુશ છે અને તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. તેમના વીડિયો પર પોઝિટિવ કોમેન્ટ્સ પણ આવી રહી છે અને તમામ કહી રહ્યા છે કે અસલી પાવરી તો હવે શરૂ થઇ છે. 

આ સફરનો ભાગ બનીને ખુશ છે દાનાનીર
દાનાનીર મુબીન પાકિસ્તાનની એક બ્લોગર (Blogger) છે અને તેમના રેન્ડમ 'પાવરી થઇ રહી છે' વીડિયોએ તેમને સફળતાની શિખરે પહોંચાડી દીધી. જોકે એક દિવસ દાનાનીર રોડના કિનારે પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. તો બીજી તરફ એક વીડિયો શૂટ કર્યો હતો, જેમાં તેમણે પાઋટીને એક અલગ એક્સેંટ (Accent) માં પાવરી બોલી દીધું હતું. જોત જોતાં જ આ વીડિયો ખૂબ (Viral Video) થઇ ગયો હતો. દરેક તેમના એક્સેંટને કોપી કરી પોતાની સ્ટાઇલમાં 'પાવરી' કરવા લાગ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news