ભારત-જાપાન નેચરલ પાર્ટનર, આ સંબંધ સન્માન અને સામર્થ્યનો છેઃ પીએમ મોદી

PM Modi Japan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે. તેમણે ટોક્યોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ પહેલા ટોક્યોમાં ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું જબરદસ્ત સ્વાગત કર્યુ હતું. 
 

ભારત-જાપાન નેચરલ પાર્ટનર, આ સંબંધ સન્માન અને સામર્થ્યનો છેઃ પીએમ મોદી

ટોક્યોઃ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા જાપાનની રાજધાની ટોક્યો પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીના સંબોધન પહેલા રાષ્ટ્રગાન થયુ અને ત્યારબાદ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લાગ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે હું જાપાન આવુ છું તો તમારે સ્નેહ દર વખતે વધી જાય છે. તમારામાંથી ઘણા લોકો વર્ષોથી અહીં છે. જાપાનની ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ અને ખાનપાન એક પ્રકારથી તમારા જીવનનો ભાગ બની ગયું છે.

પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, આપણા લોકોની વિશેષતા છે કે આપણે કર્મભૂમિ સાથે તનમનથી જોડાઈ જઈએ છીએ. પરંતુ માતૃભૂમિ સાથે પણ જોડાવ રહે છે, તેનાથી ક્યારેય દૂર થતા નથીં. આ આપણું સૌથી મોટુ સામર્થ્ય છે. પીએમ મોદીએ કહ્યુ કે, જ્યારે વિવેકાનંદ જી પોતાના ઐતિહાસિક સંબોધન માટે શિકાગો જઈ રહ્યા હતા તે પહેલા તેઓ જાપાન આવ્યા હતા. જાપાને તેમના મગર પર ઉંડો પ્રભાવ છોડ્યો હતો. જાપાનના લોકોની દેશભક્તિ, જાપાનના લોકોનો આત્મવિશ્વાસ, સ્વચ્છતા માટે જાપાનના લોકોની જાગરૂકતાની તેમણે પ્રશંસા કરી હતી. 

— ANI (@ANI) May 23, 2022

ભારતીય સમુદાયને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, જાપાન સાથે અમારો સંબંધ સહયોગનો છે, આત્મિયતાનો છે, સન્માનનો છે, સંકલ્પનો છે. આ સંબંધ બૌદ્ધનો છે, બુદ્ધનો છે, ધ્યાનનો છે, જ્ઞાનનો છે. 

પીએમ મોદીએ કહ્યુ કે, આજની દુનિયાએ બુદ્ધના વિચારો પર, તેમણે દેખાડેલા માર્ગે ચાલવાની જરૂર છે. દુનિયાને પડકાર, અરાજકતા, હિંસા, આતંકવાત, અને માનવતાને બચાવવાનો આ માર્ગ છે. ભારત ભાગ્યશાળી છે કે તેમને ભગવાન બુદ્ધના પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા છે. તેમના વિચારોને આત્મસાત કરી ભારત સતત માનવાની સેવા કરી રહ્યું છે. પડકાર ગમે એટલો મોટો હોય ભારત સતત સમાધાન શોધી કાઢે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news