સ્થિતિ તંગ! ગાઝા હોસ્પિટલ પર રોકેટથી હુમલો, 500થી વધુના મોત, ચારેબાજુ ક્ષત-વિક્ષત લાશોના અંબાર

હમાસે દાવો કર્યો હતો કે મંગળવારે મોડી રાત્રે ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં એક હોસ્પિટલ પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો, જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે, આ ઘટના પર ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ હોસ્પિટલ પર હુમલાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે IDFએ નહીં પરંતુ ગાઝા પર હુમલો કરનારા આતંકવાદીઓ હતા.

સ્થિતિ તંગ! ગાઝા હોસ્પિટલ પર રોકેટથી હુમલો, 500થી વધુના મોત, ચારેબાજુ ક્ષત-વિક્ષત લાશોના અંબાર

ઝી બ્યુરો/નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ થોભવાનું નામ લઈ રહ્યું નથી. તેમાં અત્યાર સુધીમાં બંને પક્ષના 4500થી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે આજે તેલ અવીવ પહોંચી રહ્યા છે. પરંતુ તેના પહેલા મંગળવારે એક એવી ઘટના બની કે કર્યા પર પાણી ફરી વળ્યું, મંગળવારે મોડી રાત્રે હમાસે દાવો કર્યો હતો કે ઇઝરાયેલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 500 લોકોના મોત થયા છે. હમાસના દાવા પર ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ પ્રતિક્રિયા આપી છે.

આ ઘટના પર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિનએ કહ્યું કે આખી દુનિયાએ જાણવું જોઈએ કે ગાઝામાં બર્બર હુમલો ઈઝરાયેલની સેનાએ નહીં પરંતુ આતંકવાદીઓએ કર્યો હતો. જે લોકો અમારા બાળકોને નિર્દયતાથી મારી નાખે છે, તેઓ પોતાના બાળકોને પણ મારી નાખે છે.

"The entire world should know: It was barbaric terrorists in Gaza that attacked the hospital in Gaza, and not the IDF.

Those who brutally murdered our children also murder their own children."

— Prime Minister of Israel (@IsraeliPM) October 17, 2023

UAE, રશિયાએ બોલાવી UNની ઈમરજન્સી બેઠક 
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, UAE અને રશિયાએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલા બાદ બોલાવવામાં આવી છે, જેમાં 500થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરિન, ઇજિપ્ત, જોર્ડન અને તુર્કીએ ઇઝરાયેલ પર ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં સેંકડો પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા. આ હુમલા બાદ બહેરીને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી છે.

હોસ્પિટલ પરના હુમલાને લઈને IDFનું નિવેદન
અગાઉ આઈડીએફએ માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ પર હુમલા માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે. IDFએ કહ્યું, દુશ્મનો દ્વારા ઇઝરાયેલ પર ઘણા રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી એક નિષ્ફળ ગયું હતું, જેણે ગાઝાની આ હોસ્પિટલને નિશાન બનાવી હતી. અમારી પાસે ઉપલબ્ધ વિવિધ ગુપ્તચર માહિતી અનુસાર, હોસ્પિટલ પરના આ રોકેટ હુમલા માટે ઈસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.

According to intelligence information from a number of sources we have, Islamic Jihad terrorist organization is… pic.twitter.com/QZsanPaFEc

— Israel Defense Forces (@IDF) October 17, 2023

આ હવાઈ હુમલો મધ્ય ગાઝામાં અલ અહલી હોસ્પિટલ પર થયો હતો. તેને ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ તરીકે બતાવવામાં આવી રહી છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઇઝરાયેલી સેનાએ મંગળવારે રાત્રે અલ અહલી અરેબિક બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ અને અન્ય પેલેસ્ટાઈનીઓ આશરો લઈ રહ્યા હતા.

— דובר צה״ל דניאל הגרי - Daniel Hagari (@IDFSpokesperson) October 17, 2023

હિઝબુલ્લાએ ગાઝામાં હોસ્પિટલ પરના હુમલાને ગણાવ્યો નરસંહાર 
લેબનોનના હિઝબુલ્લાએ ગાઝા પટ્ટીમાં હોસ્પિટલમાં વિસ્ફોટની નિંદા કરતા 'ક્રોધ દિવસ'ની અપીલ કરી છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલને નરસંહાર ગણાવીને દોષી ઠેરવ્યા છે. હિઝબુલ્લાહે હુમલાને "નરસંહાર" અને "ક્રૂર અપરાધ" તરીકે વર્ણવતા કહ્યું કે, "બુધવાર, દુશ્મનો વિરુદ્ધ  ગુસ્સાનો દિવસ બની રહે."

હોસ્પિટલ પર હુમલાની WHO એ કરી નિંદા
ગાઝાપટ્ટીના અલ અહલી અરબ હોસ્પિટલ પર ઈઝરાયલના હુમલાની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ નિંદા કરી છે. WHO એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી હતી, જ્યારે દર્દીઓને દેખરેખ રાખનાર અને ઘણા વિસ્થાપિત લોકોએ સહારો લીધો હતો, શરૂઆતી રિપોર્ટોમાં સેંકડો લોકોની મોતની જાણકારી મળી છે.

WHOના મતે, આ હોસ્પિટલ ગાઝા પટ્ટીના ઉત્તરમાં સ્થિત 20 હોસ્પિટલોમાંથી એક હતી, જે ઈઝરાયેલની સેનાના ઈવેક્યુએશન ઓર્ડરનો સામનો કરી રહી છે. અસુરક્ષા, ઘણા દર્દીઓની ગંભીર સ્થિતિ અને વિસ્થાપિત લોકો માટે એમ્બ્યુલન્સ, પથારીની ક્ષમતા અને રહેવાની વ્યવસ્થાનો અભાવ જોતાં સ્થળાંતરનો આદેશ લાગુ કરવો અશક્ય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને માંગ કરી છે કે ઈઝરાયેલી સેનાએ ઉત્તર ગાઝામાંથી લોકોને બહાર કાઢવાનો આદેશ પાછો ખેંચવો જોઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવું જોઈએ. જે મુજબ હોસ્પિટલોને સુરક્ષિત રાખવી જોઈએ અને તેને નિશાન બનાવવી જોઈએ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news