ઈજિપ્તમાં ગીઝા પિરામિડ પાસે જોરદાર વિસ્ફોટ, 4ના મોત અનેક ઘાયલ
Trending Photos
નવી દિલ્હી: વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા ઈજિપ્તના પર્યટક સ્થળ ગીઝા પિરામિડ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 4 લોકોના માર્યા ગયા હોવાની જાણકારી મળી છે. આ વિસ્ફોટમાં 12 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. મૃતકોમાં 3 વિયેતનામના પર્યટકો પણ સામેલ છે. જ્યારે 1 ઈજિપ્તનો ટુર ગાઈડ હતો.
આ વિસ્ફોટ ઈજિપ્તની રાજધાની કાહિરાના બહારના વિસ્તાર ગીઝા પિરામિડ પાસે વિદેશી પર્યટકોને લઈ જઈ રહેલી એક બસ પર બોમ્બ ફેકાયા બાદ થયો. એવું કહેવાય છે કે વિદેશી પર્યટકો ભરેલી આ બસમાં 17 મુસાફરો સવાર હતાં. હુમલાખોરોએ બસ પર દેશી બોમ્બ ફેંક્યો હતો.
આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી પરંતુ આ અગાઉ પણ ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસ આવા અનેક હુમલાઓને અંજામ આપી ચૂક્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે