મોદી ફરીથી વડાપ્રધાન બનતાં દાઉદ ઈબ્રાહિમને થયો ફફડાટ, ISIનો કર્યો સંપર્ક
સૂત્રોએ એ પણ દાવો કર્યો કે, પરિણામ આવ્યા પછી ગુરૂવારે મોડી રાત્રે દાઉદે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક વરિષ્ઠ અધિકારી અને બે નિવૃત્ત અધિકારીને ફોન કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે
Trending Photos
નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આવ્યા પછી પાકિસ્તાનમાં છુપાઈને બેસેલા દાઉદ ઈબ્રાહિમના પગના નીચેથી જમીન સરકી ગઈ છે. છેલ્લા 5 વર્ષમાં દાઉદ અને તેના અનેક સાથીદારોના પર કપાઈ ગયા બાદ દાઉદ ભારતમાં તેના ધંધાને લઈને મુશ્કેલીમાં આવી ગયો હતો. તેને આશા હતી કે, 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાશે નહીં અને ડી-કંપનીના સારા દિવસો આવશે.
જોકે, લોકસભા ચૂંટણી 2019માં ભાજપના પ્રચંડ વિજય પછી અંડરવલ્ડ ડોન દાઉદના હોશ ઉડી ગયા છે. સૂત્રોએ દાવો કર્યો કે, પરિણામ આવ્યા પછી ગુરૂવારે મોડી રાત્રે દાઉદે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક વરિષ્ઠ અધિકારી અને બે નિવૃત્ત અધિકારીને ફોન કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, "આ વાતચીત દરમિયાન તેણે મોદીની વધતી લોકપ્રિયતા, અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશો સાથે પીએમ મોદીના સારા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે તેણે પોતાને બચાવવા માટે પણ ISIને વિનંતી કરી છે."
નિવૃત્ત આઈપીએસ અધિકારી પી.કે. જૈનના જણાવ્યા અનુસાર, "ભાજપ સરકારના સત્તામાં પુનરાગમનથી ઘણા બધા આંતરરાષ્ટ્રીય ફેરફાર થશે. એક મજબૂત સરકાર આવવાથી પાકિસ્તાન અને દાઉદ પર સાઈકોલોજિકલ પ્રેશર તો પેદા તશે, પરંતુ દાઉદ ભારત પાછો આવશે કે નહીં તેનો આધાર સરકાર પર રહેશે. ભારત સરકાર દાઉદને સોંપી દેવા માટે પાકિસ્તાન સરકાર પર કેટલું દબાણ બનાવે છે તેના પર બધું નિર્ભર કરે છે."
સૂત્રોએ જણાવ્યું કે, દાઉદને એ વાતની ચિંતા છે કે તેને પકડવા માટે નરેન્દ્ર મોદી કંઈ પણ કરી શકે છે. તેણે આઈએસઆઈના અધિકારીઓ સમક્ષ એવી પણ ચિંતા વ્યક્ત કરી કે, ભારત કોઈ એવું ઓપરેશન પાર પાડી શકે છે જેની આઈએસઆઈને પણ ખબર ન પડે. દાઉદે આઈએસઆઈને તેની સુરક્ષા મજબૂત કરવા માટે વિનંતી કરી છે. સામે આઈએસઆઈએ પણ દાઉદને આશ્વાસન આપ્યું છે કે, તેઓ તેમના વડા અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરશે.
વરિષ્ઠ પત્રકાર એસ. બાલાકૃષ્ણનના જણાવ્યા અનુસાર, "ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દાઉદની ડી-કંપની અંગે ઘણા સમયથી કામ કરી રહ્યા છે. મોદી સરકારની આંતરરાષ્ટ્રીય સ્તરે સારી પ્રતિષ્ઠા બનેલી છે. આથી દાઉદનું બચવું હવે મુશ્કેલ લાગે છે. કોઈ નવું ઓપરેશન કે નવો માર્ગ શોધીને ડી-કંપનીનું કામ તમામ થઈ શકે છે."
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે