Coronavirus: આ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોના, વધતા કેસ અને મોતના આંકડાથી દુનિયા પણ ચિંતામાં
કોરોનાએ છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવેલો છે પરંતુ એક દેશ એવો હતો કે ત્યાં કોરોના ઘૂસી શક્યો નહતો પરંતુ હવે આ દેશમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. એન્ટ્રી સાથે જ હાહાકાર પણ મચી ગયો છે. દુનિયા પણ ખુબ ચિંતામાં છે. જાણો ચિંતાનું કારણ શું છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાએ છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવેલો છે પરંતુ એક દેશ એવો હતો કે ત્યાં કોરોના ઘૂસી શક્યો નહતો પરંતુ હવે આ દેશમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. એન્ટ્રી સાથે જ હાહાકાર પણ મચી ગયો છે. ઉત્તર કોરિયામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સંક્રમિતોની સંખ્યા 10 લાખ પાર પહોંચી ગઈ છે. 50 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કિમ જોંગ ઉને પેનડેમિક રિસ્પોન્સ ટીમને સંપૂર્ણ રીતે એક્ટિવ કરી દીધી છે. આ સાથે જ સેનાને દવા વિતરણ કરવામાં મદદ કરવાનો પણ આદેશ અપાઈ ચૂક્યો છે.
ઉત્તર કોરિયામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને લઈને કિમ જોંગ ઉને સ્વાસ્થ્ય અધિકારીઓની આકરી ટીકા પણ કરી છે. તેમણે કહ્યું કે મહામારીને રોકવાના પ્રયત્નો નિષ્ફળ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને દવા વિતરણ કરવા માટે ફાર્મસીઓને 24/7 ખુલ્લી રાખવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. તેમણે સેનાને પ્યોંગયાંગમાં દવાઓની આપૂર્તિને તરત સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા.
કિમ દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સાથે દૈનિક ઈમરજન્સી પોલિત બ્યૂરોની બેઠકોમાં પણ ભાગ લે છે. તેમણે કહ્યું કે કોવિડથી દેશમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. આ બાજુ વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉત્તર કોરિયામાં દુનિયાની સૌથી ખરાબ સ્વાસ્થ્ય પ્રણાલી છે. જેમાં ખરાબ હોસ્પિટલ, દવાઓ, કેર યુનિટ્સ, અને ટેસ્ટિંગની વ્યવસ્થા સારી નથી.
સ્થિતિ કથળી રહી છે
ઉત્તર કોરિયામાં સોમવારે તાવથી મોતના 8 વધુ કેસ સામે આવ્યા જ્યારે 3,92,920 વધુ લોકો તાવથી પીડિત મળ્યા. એન્ટી વાયરસ ઈમરજન્સી મુખ્યાલયે જણાવ્યું છે કે એપ્રિલના અંતથી 12 લાખ લોકોને કોરોના થઈ ચૂક્યો છે. જેમાંથી 3,92,920 લોકો હજુ પણ આઈસોલેટ છે. મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. રવિવાર સાંજે 6 વાગ્યા સુધી તાવથી પીડિત 24 લોકોના મોત થયા બાદ દેશમાં હવે મૃતકોની સંખ્યા વધીને 50 થઈ ગઈ છે. તાવથી પીડિત અને તેનાથી જીવ ગુમાવનારામાંથી કેટલા લોકો કોરોના સંક્રમિત હતા તેની પુષ્ટિ જો કે સરકારી મીડિયાએ કરી નથી.
બીજી બાજુ તજજ્ઞોનું કહેવું છે કે નોર્થ કોરિયાની કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થાના કારણે કોરોના ફેલાતો રોકવામાં નિષ્ફળતા ઘાતક સાબિત થઈ શકે છે. એવું પણ કહેવાઈ રહ્યુ છે કે 2.6 કરોડની વસ્તીવાળા આ દેશમાં મોટાભાગના લોકોને કોરોના રસી મળી જ નથી. નોર્થ કોરિયા યુએનના કોવેક્સ રસી ડિલિવરી પ્રોગ્રામની મદદ લેવાનો પ્રસ્તાવ નકારી ચૂક્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે