Arvind Kejriwal ના નિવેદનથી ભડકેલા સિંગાપુરે 'જુઠ્ઠાણા' પર લગામ કસવા માટે લીધું મોટું પગલું 

કોરોના (Corona Virus) ના નવા સ્ટ્રેન અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવેદન પર મચેલી ભારે બબાલ બાદ સિંગાપુરે ખોટી જાણકારીના પ્રસારને રોકવા માટે પગલું ભર્યું છે.

Arvind Kejriwal ના નિવેદનથી ભડકેલા સિંગાપુરે 'જુઠ્ઠાણા' પર લગામ કસવા માટે લીધું મોટું પગલું 

નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના નવા સ્ટ્રેન અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવેદન પર મચેલી ભારે બબાલ બાદ સિંગાપુરે ખોટી જાણકારીના પ્રસારને રોકવા માટે પગલું ભર્યું છે. સિંગાપુર સરકારે આ અંગે એક સ્થાનિક કાયદો(Protection from Online Falsehoods & Manipulation- POFMA) લાગુ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે POFMA કાર્યાલયને ફેસબુક અને ટ્વિટરને સામાન્ય સુધાર સંબંધિત નિર્દેશ બહાર પાડવાનું કહ્યું છે. જો કે સિંગાપુરે દિલ્હીના સીએમ કે ભારતીય સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ કહેવાય છે કે કેજરીવાલના નિવેદનને પગલે આ નિર્ણય લેવાયો છે. 

Correction Notice મોકલવી પડશે
આ કાયદો લાગૂ થયા બાદ હવે સોશિયલ મીડિયા કંપનીઓએ સિંગાપુરમાં તમામ એન્ડ-યૂઝર્સને એક કરેક્શન નોટિસ મોકલવી પડશે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાનો કોઈ સિંગાપુર (Singapore) વેરિએન્ટ નથી. કોઈ કોવિડ વેરિએન્ટ બાળકો માટે ખુબ જ જોખમી છે તેવા કોઈ પુરાવા પણ નથી. એટલે કે એક પ્રકારે સિંગાપુર સરકાર પોતાના દેશવાસીઓને જણાવવા માંગે છે કે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા અપાયેલું નિવેદન સંપૂર્ણ રીતે નિરાધાર છે અને તેના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. 

'વેરિએન્ટ સિંગાપુરનો નથી, ભારતનો જ છે'
કરેક્શન નોટિસમાં કહેવાયું છે કે ઓનલાઈન ખોટી જાણકારી પ્રસારિત કરવામાં આવી રહી છે કે સિંગાપુરમાં કોરોનાનો કોઈ નવો વેરિએન્ટ મળ્યો છે. જે બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે અને ભારતને પણ તેનાથી જોખમ છે. નોટિસમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે હાલના દિવસોમાં સિંગાપુરમાં કોરોનાના B.1.617.2 વેરિએન્ટના કેસ સામે આવ્યા છે જે ભારતમાં પેદા થયેલો છે. 

S. Jaishankar એ વ્યક્ત કરી હતી નારાજગી
કેજરીવાલના નિવેદનથી સિંગાપુર એટલું નારાજ છે કે તેણે ભારતીય રાજદૂત પી કુમારન સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ વિદેશમંત્રી એસ જયશંકરે પણ અરવિંદ કેજરીવાલના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું  હતું કે યોગ્ય જાણકારી વગર આ પ્રકારના નિવેદન સિંગાપુર અને ભારતના મજબૂત સંબંધો માટે હાનિકારક થઈ શકે છે. જયશંકરે કેજરીવાલ પર નિશાન સાધતા આગળ કહ્યું હતું કે જે લોકોને કોરોના અંગે વધુ જાણકારી હોવી જોઈએ તેમના તરફથી આ પ્રકારની બેજવાબદાર ટિપ્પણીઓ સિંગાપુર સાથે લાંબા સમયથી ચાલી આવતી ભાગીદારીને નુકસાન પહોંચાડી શકે છે. 

ભારતના સ્પષ્ટીકરણથી સિંગાપુર સંતુષ્ટ
વિવાદ બાદ ભારતમાં સિંગાપુરના રાજદૂત સિમોન વોંગે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે આ અંગે વાતચીત થઈ છે અને અમે આ મુદ્દો હવે અહીં જ સમાપ્ત કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે ભારત સરકારે એ કહીને સ્પષ્ટ કરી દીધુ છે કે દિલ્હીના સીએમનું નિવેદન તેની અંગત ટિપ્પણી છે. આથી આ વાતને આગળ વધારવાનો કોઈ અર્થ નથી. હકીકતમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે કેજરીવાલ ભારતનું પ્રતિનિધિત્વ કરતા નથી. આથી તેમની ટિપ્પણી ભારત સરકારની સોચ દર્શાવતી નથી. 

શું કહ્યું હતું કેજરીવાલે?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે સિંગાપુરથી આવેલું કોરોનાનું નવું સ્વરૂપ બાળકો માટે ખુબ જ જોખમી કહેવાઈ રહ્યું છે. ભારતમાં તે ત્રીજી લહેર તરીકે આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે સિંગાપુર સાથે હવાઈ સેવાઓ તત્કાળ પ્રભાવથી રદ કરવામાં આવે અને બાળકો માટે રસીના વિકલ્પો પર પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news