અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને લઇને વડોદરામાં ધમધમાટ
અમદાવાદ માં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ ને લઈ વડોદરામાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. વડોદરામાંથી 10 હજાર લોકોને કાર્યક્રમમા લઇ જવાનો ટાર્ગેટ આપ્યો છે. શહેર જિલ્લામાંથી 300 બસો ઉપાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જવા માટેના પાસ વડોદરા પાલિકા આપશે. ટાર્ગેટ સિદ્ધ કરવા પાલિકામાં અધિકારીઓ અને હોદેદારોની બેઠક મળી હતી. કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ધવલ પંડ્યાની નિમણુક કરાઈ છે. સિટી કોર્ડીનેટર તરીકે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એફ જે ચારપોટની નિમણુક કરી છે.