Tesla ની ઈલેક્ટ્રીક કારને ટક્કર આપશે Mercesdes-Benz ની વિઝન EQXX, ફુલ ચાર્જ પર આપશે 1000 કિમીની રેન્જ

ટેસ્લાની ઈલેક્ટ્રીક કારને સીધી ટક્કર આપશે મર્સિડીઝ બેન્ઝની વિઝન EQXX કોન્સેપ્ટ ઈલેક્ટ્રીક કાર, ફુલ ચાર્જ કરવા પર આપશે 1000 કિમીથી વધુની ડ્રાઈવિંગ રેન્જ

Tesla ની ઈલેક્ટ્રીક કારને ટક્કર આપશે Mercesdes-Benz ની વિઝન EQXX, ફુલ ચાર્જ પર આપશે 1000 કિમીની રેન્જ

 

નવી દિલ્લીઃ કોઈ પણ વાહનની સ્પીડ જો વધારે હોય તો એ સારી વાત કહેવાય. પરંતુ જ્યારે ઈલેક્ટ્રીક વાહનોની વાત કરવામાં આવે તો મહત્વની વાત એ હોય છે કે ફુલ ચાર્જ કરવા પર આ ઈલેક્ટ્રીક વાહન કેટલી દૂરી નક્કી કરી શકે છે. આ અહેવાલમાં દિગ્ગજ કાર કંપની મર્સિડીઝ બેન્ઝની સુપર ઈલેક્ટ્રીક કારની વાત કરવામાં આવી છે. આ કારની ખાસિયત એ છે કે ફુલ ચાર્જ કરવા પર તે 1000 કિલોમીટરથી વધુ ચાલશે. આ કારમાં અનેક ખાસિયત છે, આવો જાણીએ કારના તમામ ફીચર્સ.

No description available.

કોઈ પણ ઈલેક્ટ્રીક કારમાં સ્પીડ સાથે તેની ડ્રાઈવિંગ રેન્જ મહત્વ ધરાવે છે. અને ડ્રાઈવિંગ રેન્જ એજ વિશેષતા છે જેના પર Mercedes-Benz Vision EQXX Conceptમાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીને આશા છે કે આ કારની ડ્રાઈવિંગ રેન્જ ઈલેક્ટ્રીક વાહનોની પ્રતિસ્પર્ધામાં તમામ નિયમો બદલીને રાખી દેશે.

જર્મનીની દિગ્ગજ કાર કંપની Mercedes-Benzએ હાલમાં વર્ષ 2030 સુધી સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક થવા અને આગામી કેટલાક વર્ષોમાં દરેક મોડલમાં ઈલેક્ટ્રીક વેરિયંટને રજૂ કરવાની યોજનાનું એલાન કર્યું છે. જો કે કંપનીના વિઝન EQXX કોન્સેપ્ટ અંગે જે માહિતી મળી છે, તેનાથી મોટી સંખ્યામાં લોકો આકર્ષાયા છે.

1000 કિમીથી વધુની ડ્રાઈવિંગ રેન્જ-
મર્સિડીઝ મુજબ વિઝન EQXX એક ઈલેક્ટ્રીક ટેક્નોલોજી પ્રોગ્રામ છે જે કારની ડ્રાઈવિંગ રેન્જ અને પર્ફોર્મેન્સને મોટા પાયે વધારવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. કંપનીએ જણાવ્યું કે મર્સિડીઝ બેન્ઝ આ સમયે વિઝન EQXXને તૈયાર કરી રહી છે. આ એક ઈલેક્ટ્રીક કાર હશે જેમાં 1000 કિલોમીટરથી વધુની રિયલ વર્લ્ડ ડ્રાઈવિંગ રેન્જ મળશે. જેનો લક્ષ્ય સામાન્ય હાઈવે ડ્રાઈવિંગ સ્પીડ પર પ્રતિ 100 કિલોમીટર માટે એકલ અંકોને હાસિલ કરવાનો છે.

પાવરફુલ બેટરી-
આ કોન્સેપ્ટ કારમાં બેટરી પેક સૌથી મહત્વનો રહેશે. આ કારમાં એવું યુનિટ આપવામાં આવ્યું છે, જે હાલમાં લોન્ચ કરેલી EQSમાં આપેલી બેટરીની સરખામણીએ 20 ટકા એનર્જી ડેન્સિટીમાં વધારો કરી શકે છે.

લુક્સ અને ડિઝાઈન-
મર્સિડીઝ-બેન્ઝે આ કોન્સેપ્ટ કારની તસ્વીરો રજૂ કરી છે. આ તસ્વીરો મુજબ, EQXX કોન્સેપ્ટ એક લો પ્રોફાઈલવાળી સેડાન હશે. કારના એક્સટીરિયર ડિઝાઈમાં સ્પષ્ટ રીતે અને કર્વ્ઝ જોવા મળે છે.

ક્યારે લોન્ચ થશે-
જર્મન લક્ઝરી બ્રાન્ડે જણાવ્યું છે કે બહુ અનુશાસનાત્મક ટીમે પહેલા જ બોલ રોલિંગ સેટ કરી છે. આ ટીમ મર્સિડીઝ બેન્ઝના F-1 હાઈ પર્ફોર્મેન્સ પાવરટ્રેન ડિવીઝનના વિશેષજ્ઞ સામેલ છે. કંપનીને આશા છે કે આ કોન્સેપ્ટ ઈવીને વર્ષ 2022ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.

ટેલ્સા સાથે સીધી ટક્કર-
મર્સિડીઝ કેટલાક સમયથી ઈલેક્ટ્રીક વ્હીકલ્સ સ્પેસ માટે પહેલાથી જ ટેસ્લાના પ્રભુત્વને પડકાર આપવાના પ્રયાસ કરી રહી છે. જો કે ડ્રાઈવિંગ રેન્જને વધારવા પર ધ્યાન આપવાની સાથે જ, હવે તે ટેસ્લાને સીધે-સીધી ટક્કર આપી રહી છે. આપને જણાવી દઈએ કે મર્સિડીઝ ઈલેક્ટ્રીક કારની

ટક્કર ટેસ્લાની રોડસ્ટરની સાથે છે જેની ડ્રાઈવિંગ રેન્જ આશરે 997 કિલોમીટર છે. જો કે ટેસ્લા તેની આવનારી સાઈબરટ્રક(Cybertruck)ને ફુલ ચાર્જ કરવા પર 800 કિલોમીટરથી વધુની રેન્જ આપતી હોવાનો દાવો કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news