Jio યૂઝર્સ માટે Good News, તમને મળશે આ જબરદસ્ત ફીચરનો લાભ, જાણો વિગતો
io પોતાના યૂઝર્સ માટે જબરદસ્ત ફીચર લઈને આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: Jio પોતાના યૂઝર્સ માટે જબરદસ્ત ફીચર લઈને આવ્યું છે. Jio એ પોતાના વેબ બ્રાઉઝિંગ એપ જિયો પેજમાં નવું ફીચર એડ કર્યું છે. જેને નામ આપવામાં આવ્યું છે Study Mode. આ ફીચરની ખાસ વાત એ છે કે તે વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે. કંપનીનું માનવું છે કે સ્ટડી મોડ યૂઝર્સને ખુબ કામ લાગશે. એટલું જ નહીં કંપનીનું એવું પણ માનવું છે કે વધુમાં વધુ બાળકો હાલ ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે. આથી ઓનલાઈન ક્લાસિસ એક પડકાર બની રહ્યો છે. જેથી કરીને Study Mode જિયો પેજ પર એડ કરવામાં આવ્યું છે.
Study Mode ના ફાયદા
જિયોનું આ નવું ફીચર Study Mode પોતાના યૂઝર્સને ક્લાસ પ્રમાણે કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. જેમાં યૂઝર્સને પોતાના વિષય પ્રમાણે વીડિયો ચેનલનું સૂચન મળે છે. આ સાથે જ યૂઝર્સ આ ચેનલને પોતાની પસંદગીની કેટેગરીમાં જોડવાનું ઓપ્શન પણ આપે છે. આ ઉપરાંત એજ્યુકેશન વેબસાઈટ્સની લિંક પણ આપવામાં આવે છે. જેથી કરીને યૂઝર્સ સીધા તે વેબસાઈટ પર પહોંચી જાય અને ગૂગલ પર સર્ચ કરવામાં તેમનો વધુ સમય ન બગડે.
જાણો કેવી રીતે મળશે Jio Pages નો Study Mode
- JioPages પર સ્ટડી મોડનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે સૌથી પહેલા આ વેબ બ્રાઉઝરને ડાઉનલોડ કરવાનું રહેશે.
- ડાઉનલોડ પ્રક્રિયા પૂરી થયા બાદ એપ ઓપન કરો.
- તેમાં તમને Mode પસંદગીનો વિકલ્પ મળશે.
- તેમાં સ્વિચ મોડ વિકલ્પ પર જઈને તમારે સ્ટડી મોડ એક્ટિવેટ કરવાનો રહેશે.
- અત્રે જણાવવાનું કે Jio Set-Top Box સાથે જિયો પેજ પ્રીઈન્સ્ટોલ્ડ આવે છે, જ્યારે અન્ય Android ટીવી યૂઝર્સ તેને Google Play Store થી ડાઉનલોડ કરી શકે છે.
8 ભાષાઓમાં મળશે
જિયો પેજની વાત કરીએ તો આ પ્લેટફોર્મ ખુબ સુરક્ષિત છે અને 8 ભારતીય ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે. યૂઝર્સને આ વેબ બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઈટની લિંક સેવ કરવાની સુવિધા મળશે. જેનાથી યૂઝર્સ સરળતાથી તે વેબસાઈટને પોતાના ડિવાઈસ પર ઝડપથી ઓપન કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે