Jioએ વીવો સાથે લોન્ચ કર્યો સૌથી સસ્તો 4G ફોન, સાથે મળશે 4500 રૂપિયાનો ફાયદો
આ નવા હેન્ડસેટને ખરીદવા પર રિલાયન્સ જીયો અલગથી 4500 રૂપિયાની ઓફર આપી રહ્યું છે. ગ્રાહકોને નવો સ્માર્ટફોન ખરીદવા પર 90 દિવસ માટે Shemaroo OTT નું સબ્સક્રિપ્શન 99 રૂપિયામાં મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે Reliance Jio કોઈ કસર છોડી રહી નથી. કંપની હવે મોબાઇલ નિર્માતા કંપની વીવોની સાથે મળીને સૌથી સસ્તો 4G સ્માર્ટફોન રજૂ કર્યો છે. સાથે ગ્રાહકોને નવો સ્માર્ટફોન ખરીદવા પર 4500 રૂપિયાના વધારાનો લાભ મળશે.
જાણો કિંમત
ટેક સાઇટ 91mobile પ્રમાણે રિલાયન્સ જીયોએ હાલમાં નવી ઓફર લોન્ચ કરી છે. તે હેઠળ તમને નવો Vivo Y1S સ્માર્ટફોન માત્ર 7999 રૂપિયામાં મળશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હેન્ડસેટ 4જી ટેકનીકથી લેસ સૌથી સસ્તો સ્માર્ટફોન છે.
4500 રૂપિયાનો અલગથી ફાયદો
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ નવા હેન્ડસેટને ખરીદવા પર રિલાયન્સ જીયો અલગથી 4500 રૂપિયાની ઓફર આપી રહ્યું છે. ગ્રાહકોને નવો સ્માર્ટફોન ખરીદવા પર 90 દિવસ માટે Shemaroo OTT નું સબ્સક્રિપ્શન 99 રૂપિયામાં મળશે. સાથે માત્ર 149 રૂપિયામાં કંપની વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટની ગેરંટી આપી રહી છે. જીયો ગ્રાહકોએ વધારાના વેનિફિટ માટે 249 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે.
Vivo Y1s ના ફીચર્સ
Vivo Y1s સ્માર્ટફોનમાં તમને 720 x 1520 પિક્સલ રેઝોલ્યુશન વાળી 6.22 ઇંચની એચડી+ફુલવ્યૂ એલસીડી ડિસ્પ્લે સપોર્ટ કરે છે. Vivo Y1s એન્ડ્રોઇડ 10 પર ચાલે છે. જે ફનટચ ઓએસ 10.5ની સાથે કામ કરે છે. આ રીતે પ્રોસેસિંગ માટે આ ફોનમાં મીડિયાટેકનું ડીલિયો પી35 ચિપસેટ હાજર છે.
ભારતીય બજારમાં આ ફોન 2 જીબી રેમની સાથે લોન્ચ થયો છે જે 32 જીબીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનની મેમરીને વધારી શકાય છે. Vivo Y1s એક ડુઅલ સિમ ફોન છે જે 4જી વોએલટીઈ સપોર્ટ કરે છે. આ ફોનનું ડાયમેન્શન 135.11 x 75.09 x 8.28 એમએસ તથા વજન 161 ગ્રામ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે