Mission for 2022 News

ભાજપની પ્રથમ પેપરલેસ કારોબારી કેવડિયામાં યોજાશે, SOU ના સાનિધ્યમાં ભાજપનું મિશન 2022
મિશન 2022ને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપની કારોબારી બેઠક 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયામાં મળશે. જેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વિશેષ ઉપસ્થિત રહેશે. 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા કોલોની ખાતે યોજાનારી પ્રદેશ કારોબારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી બિરદાવતા ઠરાવો પસાર થશે તો સાથે જ મિશન 2022ને ધ્યાનમાં રાખીને રાજકીય ઠરાવો પણ કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમો અંગે ચર્ચા થશે અને મિશન 2022નો રોડમેપ પણ નક્કી થશે. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ બીજી કારોબારી યોજવા જઈ રહી છે. જે વિસ્તૃત કારોબારી છે અને તેમાં પ્રદેશના તમામ હોદેદારો સહિત 600થી વધુ આગેવાનો હાજર રહેશે. પહેલી કારોબારી કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી.
Aug 27,2021, 21:13 PM IST

Trending news