વિશ્વકપમાં ભારતની હારથી પાકિસ્તાન અટવાયું, સમજો સેમિફાઇનલનું પૂરુ ગણિત

વિશ્વ કપ 2019ના સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા બાદ કઈ ત્રણ ટીમ જશે તે અત્યાર સુધી નક્કી થયું નથી. ઈંગ્લેન્ડે ભારત સામે જીતીને પોતાને જીવંત રાખ્યું છે તો પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 

વિશ્વકપમાં ભારતની હારથી પાકિસ્તાન અટવાયું, સમજો સેમિફાઇનલનું પૂરુ ગણિત

બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રવિવારે રાત્રે હારી ટીમ ઈન્ડિયા રહી હતી અને ધબકારા પાકિસ્તાનના વધી રહ્યાં હતા. વિશ્વ કપમાં ઈંગ્લેન્ડના હાથે ભારતની આ હારે પાકને સૌથી વધુ ટેન્શન આપ્યું છે. આ પરિણામથી હવે સેમિફાઇનલની ખાસ કરીને ચોથા નંબરનો જંગ ખૂબ રસપ્રદ થઈ ગયો છે. કુલ મળીને પાકિસ્તાન સહિત પાંચ ટીમોની પાસે ટોપ-4મા જગ્યા બનાવવાની તક છે. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ સિવાય બાકી ત્રણ ટીમ કઈ હશે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ભારત, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી કઈ ત્રણ ટીમો આગળ જશે, તેનું ગણિત જટીલ થઈ ગયું છે. આવો તમને સમજાવીએ ટીમોનું સેમિફાઇનલમાં પહોંચવાનું સમીકરણ શું છે... 

ભારતની પાસે સૌથી વધુ તક
સેમિફાઇનલમાં પહોંચવાની સૌથી વધુ તક ટીમ ઈન્ડિયા પાસે છે. ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે 1 પોઈન્ટ જોઈએ. ટીમ વિરાટના હાલમાં બે મેચ બાકી છે. અત્યારે ભારતના કુલ 11 પોઈન્ટ છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે રમાનારી મેચમાંથી એક જીત તેને સેમિફાઇનલમાં પહોંચાડી દેશે. આ સિવાય કોઈ મેચ રદ્દ થાય અને એક પોઈન્ટ મળે તો પણ ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી જશે. 

ભારતની હારથી ફસાયુ પાકિસ્તાન
ઈંગ્લેન્ડ સામે ભારતના થયેલા પરાજય બાદ પાકિસ્તાનની સેમિફાઇનલની રાહ થોડી મુશ્કેલ થી ગઈ છે. પરંતુ હજુ તેના સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો બંધ થયો નથી, પરંતુ તે માટે તેણે ન માત્ર બાંગ્લાદેશ સામે મોટી જીત મેળવવી પડશે પરંતુ તે પણ દુઆ કરવી પડશે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં ન્યૂઝીલેન્ડ હારે. તેવામા પાકિસ્તાન નેટ રન રેટને આધારે સેમિફાઇનલમાં પહોંચી શકે છે. બીજીતરફ બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની બાકી બે મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી શકે છે. 

ન્યૂઝીલેન્ડનો પણ મજબૂત દાવો
પોતાની છેલ્લા મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડના 11 પોઈન્ટ છે. તેની એક મેચ બાકી છે. તેનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. જો તે જીત મેળવે તો કોઈ મુશ્કેલી વિના સેમિફાઇનલમાં પહોંચી જશે. હાર્યા બાદ પણ નેટ રનરેટ સારી હોવાને કારણે તેને આગળ જવાની તક મળી શકે છે. 

ઈંગ્લેન્ડનું ગણિત
રવિવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવીને બે પોઈન્ટ મેળવ્યા છે. હવે તેના 10 પોઈન્ટ થઈ ગયા છે. જો તે પોતાની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવે તો તેના 12 પોઈન્ટની સાથે સેમિફાઇનલમાં હશે. પરંતુ હારવા છતાં તેની પાસે તક રહેશે. પરંતુ તે ત્યારે શક્ય છે જ્યારે બાંગ્લાદેશ પોતાની બે મેચમાં પાકિસ્તાનને હરાવી દે અને ભારત સામે હારે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news