આખરે વિરાટ કોહલીનું કપાશે પત્તું! ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે આ ત્રણ ખેલાડી દાવેદાર
વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ બાદ T20 ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે BCCI એ તેને ODI ટીમના સુકાનીપદેથી પણ હટાવી દીધો છે. વિરાટની કપ્તાનીમાં ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટની ટેસ્ટ કેપ્ટનશિપ પર પણ સંકટના વાદળો છવાયેલા છે.
Trending Photos
નવી દિલ્હીઃ BCCI એ કડક નિર્ણય લેતા વિરાટ કોહલીને ODI ટીમની કેપ્ટનશિપ પરથી હટાવી દીધો છે. તેના સ્થાને ધમાકેદાર બેટ્સમેન રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા માટે એક પણ આઈસીસી (ICC) ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી કોહલીની ટેસ્ટ કેપ્ટનશિપ જોખમમાં છે. કોહલી વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક રહ્યો છે, પરંતુ તે કેપ્ટનશિપમાં નિષ્ફળ રહ્યો છે. કોહલી પોતાની કપ્તાનીમાં એક પણ IPL ટ્રોફી જીતી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં 3 એવા ખેલાડીઓ છે જે વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે. ચાલો જાણીએ આ ખેલાડીઓ વિશે.
રોહિત શર્મા
સફેદ બોલમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. રોહિત તેની ડેશિંગ બેટિંગ માટે જાણીતો છે. લાંબા સિક્સર મારવાની તેની કળાથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે. રોહિત બોલિંગમાં ખૂબ જ સારી રીતે ફેરફાર કરે છે. તે ફિલ્ડિંગમાં પણ નિષ્ણાત કેપ્ટન છે. તેની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમે સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો હતો. તેની પાસે પુષ્કળ અનુભવ છે, જેનો ફાયદો ભારતીય ટીમને મળી શકે છે.
કેએલ રાહુલ
છેલ્લા કેટલાક વર્ષોમાં કેએલ રાહુલ (KL Rahul) એ ટીમ ઈન્ડિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. રાહુલે પોતાની ઝડપી અને આક્રમક બેટિંગથી ભારતીય ટીમ માટે ઘણી મેચો જીતી છે. રાહુલ આઈપીએલ (IPL) માં પંજાબ કિંગ્સ (Punjab Kings) ની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. રોહિતની ગેરહાજરીમાં તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમનો ટેસ્ટ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાહુલે ભારત માટે 40 ટેસ્ટ મેચોમાં 2000 થી વધુ રન બનાવ્યા છે. તે હજુ યુવાન છે અને ટીમ ઈન્ડિયા માટે લાંબા સમય સુધી બેટિંગ કરી શકે છે.
રિષભ પંત
ભારતનો સ્ટાર યુવા વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) હાલમાં વિકેટકીપર તરીકે પસંદગીકારોની પ્રથમ પસંદગી છે. પંત તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. એક હાથે સિક્સર મારવાની તેની કળાથી દર્શકો ખૂબ જ મંત્રમુગ્ધ છે. પંતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઇનિંગ રમી હતી. પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો કેપ્ટન છે અને તેની કપ્તાનીમાં ટીમને પ્લેઓફમાં લઈ ગઈ હતી. પંત માત્ર 24 વર્ષનો છે. તેની પાસે કેપ્ટનશિપ માટે ચમકવા માટે વધુ સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે