ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પાકિસ્તાનના PM ઇમરાન ખાને કોહલીને આપી શુભેચ્છા
ઇમરાન ખાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને શુભેચ્છા આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને શુભેચ્છા આપી છે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચતા 4 મેચોની ટેસ્ટ સિરીઝ પર 2-1થી કબજો કર્યો હતો. 71 વર્ષોમાં પ્રથમવાર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યું અને ટેસ્ટ સિરીઝ કબજે કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાને કહ્યું કે, ઉપમહાદ્વીપની ટીમ દ્વારા પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા પર વિરાટ કોહલી અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.
Congratulations to Virat Kohli and the Indian cricket team for the first ever win by a subcontinent team in a test series in Australia
— Imran Khan (@ImranKhanPTI) January 8, 2019
Congratulations to Team India for a historic series victory Down Under. One of the toughest tours in world cricket is a Test Series in Australia. It was a great effort and they kept Aussies under pressure throughout. #DownUnder #INDvAUS
— Shoaib Akhtar (@shoaib100mph) January 7, 2019
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ટીમ ઈન્ડિયાને ઈતિહાસ રચવા પર શુભેચ્છા આપી છે. તેણે ટીમ ઈન્ડિયાને તેના પ્રદર્શન પર ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર દબાવ બનાવવા માટે શુભકામના આપી છે. અખ્તરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચવા પર ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ. વર્લ્ડ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હંમેશા મુશ્કેલ હોય છે. ભારતે સારૂ પ્રદર્શન કર્યું અને સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટીમ પર દબાવ બનાવીને રાખ્યો હતો.
મહત્વનું છે કે સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ વરસાદને ભેટ ચડી ગઈ, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતીને સંતોષ કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં 622 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 300 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. પરંતુ વરસાદને ભારતની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે