જે કામ કોહલી 4 વર્ષમાં ન કરી શક્યો તે જો રૂટે 10 મહિનામાં કરી દીધું, પાકિસ્તાન સામે બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુલ્તાનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે કમાલની બેટિંગ કરતા બેવડી સદી ફટકારી દીધી છે. જો રૂટે આ મામલે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. 

 જે કામ કોહલી 4 વર્ષમાં ન કરી શક્યો તે જો રૂટે 10 મહિનામાં કરી દીધું, પાકિસ્તાન સામે બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

Pakistan vs England 1st Test: પાકિસ્તાન વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે કમાલ કરી દીધો છે. જો રૂટે પાકિસ્તાન સામે ચોથા દિવસે લંચ સમયે અણનમ 259 રન ફટકારી દીધા છે. આ સાથે જો રૂટે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. જો રૂટે ઈંગ્લેન્ડ માટે 20 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. વર્ષ 2024માં જો રૂટે પાંચમી ટેસ્ટ સદી ફટકારી છે. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં 18 સદી ફટકારી છે. આ મામલે જો રૂટે વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ બેવડી સદી
જો રૂટની ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી બેવડી સદી છે. તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ બેવડી સદી ફટકારવા મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ લિસ્ટમાં તેણે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ છોડ્યો છે. જેણે કરિયરમાં પાંચ વખત બેવડી સદી ફટકારી હતી. આ લિસ્ટમાં વૈલી હેન્મડ ટોપ પર છે. 

ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટર
7- વેલી હેમ્નડ
6- જો રૂટ
5- એલિસ્ટર કૂક
4- લિયોનાર્ડ હટન
3- કેવિન પિટરસન

વર્ષ 2020 બાદ શાનદાર ફોર્મમાં આવ્યો જો રૂટ
વર્ષ 2020 સમાપ્ત થયું ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં એક્વિટ પ્લેયયર્સમાં વિરાટ કોહલી 27 સદી સાથે ટોપ પર હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથ 26 સદી, કેન વિલિયમસન 23 સદી સાથે ત્રીજા સ્થાને હતો. 2020ના અંત સુધી જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 17 સદી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ જો રૂટે પોતાના કરિયરનું બેસ્ટ ફોર્મ હાસિલ કર્યું છે. એક્ટિવ પ્લેયર્સમાં સદી ફટકારવા મામલે જો રૂટે તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. 

આજની તારીખે વાત કરવામાં આવે તો જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 35 સદી ફટકારી દીધી છે. જ્યારે સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન 32-32 સદી સાથે બીજા સ્થાને છે. તો વિરાટ કોહલીના ખાતામાં 29 ટેસ્ટ સદી છે. જો રૂટે માત્ર 2024માં પાંચમી ટેસ્ટ સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી છેલ્લા ચાર વર્ષમાં માત્ર બે ટેસ્ટ સદી ફટકારી શક્યો છે. એટલે કે જે કામ કોહલી ચાર વર્ષમાં ન કરી શક્યો તે રૂટે 10 મહિનામાં કરી દીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news