પીએમ મોદીએ શિખર ધવનને લઈને કર્યું ટ્વીટ, કહ્યું- પિચ પણ તમને મિસ કરશે
પોતાના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ટીમ ઈન્ડિયાના વિશ્વ કપ મિશનથી બહાર થયેલા શિખર ધવનનો વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જુસ્સો વધાર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ પોતાના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ટીમ ઈન્ડિયાના વિશ્વ કપ મિશનથી બહાર થયેલા શિખર ધવનનો વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જુસ્સો વધાર્યો છે. પોતાના આ ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે તે ઝડપથી સ્વસ્થ થઈને મેદાન પર પરત ફરશે અને દેશની જીતમાં એકવાર ફરી મહત્વની ભૂમિકા નિભાવશે. બુધવારે ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ શિખર ધવને આ ખબર પર નિરાશા વ્યક્ત કરતા ફેન્સ માટે એક ભાવુક વીડિયો ટ્વીટ કર્યો હતો. ગુરૂવારે ધવનના આ ટ્વીટ પર વડાપ્રધાન મોદીએ તેનો જુસ્સો વધારતું ટ્વીટ કર્યું છે.
પીએમ મોદીએ લખ્યું, 'પ્રિય શિખર ધવન, તે વાતમાં કોઈ શંકા નથી કે તમારી રમતને પિચ પણ મિસ કરશે પરંતુ હું તમે ઝડપથી ફિટ થાવ તેવી આશા કરુ છું, જેથી તમે ફરી મેદાન પર આવો અને એકવાર ફરી દેશની જીતમાં મહત્વનું યોગદાન આપો.'
ધવનના સ્થાને ટીમમાં 21 વર્ષના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પોતાના પ્રથમ પ્રવાસ પર ટેસ્ટમાં સદી ફટકારીને તમામને પ્રભાવિત કર્યાં હતા. પોતાના ટ્વીટમાં સચિને લખ્યું, 'રિષભ તું સારૂ રમી રહ્યો છે અને પોતાની પ્રતિભાને દર્શાવવા માટે આનાથી મોટુ મંચ ન હોઈ શકે. શુભકામનાઓ. ભારતીય ટીમ પોતાની આગામી મેચ શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે.'
Dear @SDhawan25, no doubt the pitch will miss you but I hope you recover at the earliest so that you can once again be back on the field and contribute to more wins for the nation. https://t.co/SNFccgeXAo
— Narendra Modi (@narendramodi) June 20, 2019
વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવને ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. ધવને વીડિયોમાં કહ્યું, 'તે જણાવતા હું ભાવુક છું કે હું બવે વિશ્વકપ 2019મા ટીમ ઈન્ડિયાનો ભાગ રહીશ નહીં. દુર્ભાગ્યથી મારો અંગૂઠો સમય પર ઠીક ન થયો. પરંતી ટૂર્નામેન્ટ ચાલું રહેવી જોઈએ... હું મારી ટીમના સાથિઓ, ક્રિકેટ પ્રેમિઓ અને દેશભરના પ્રેમ અને સમર્થન માટે આભારી છું.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે