ગુજરાતમાં માઇનીંગ સેકટરને ઊદ્યોગનો દરજ્જો આપવાની મુખ્યમંત્રીની જાહેરાત
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 9-2-2019ના ઠરાવ દ્વારા પ્રોસેસીંગ ઓફ માઈનીંગ એકટીવીટીઝને ઉદ્યોગનો દરજ્જો અગાઉ આપવામાં આવ્યો છે. આ નિર્ણયની સાથે જ હવે રાજ્યમાં માઇનીંગ સેકટર(ખાણ-ખનીજ) પ્રવૃતિ અને તેની સાથે સંકળાયેલા ઊદ્યોગોને જમીન મહેસૂલ ધારા અંતર્ગત લેવાની થતી 66-AA અને 65-B જેવી મંજૂરીઓ સરળતાથી મળી શકશે.
જમીનની સરળતાએ ઉપલબ્ધિ થશે
ઉત્પાદકીય પ્રવૃતિને વેગ મળતાં રોજગાર અવસરો વધશે
સરકારની રોયલ્ટીની આવકમાં વધારો થશે
Trending Photos
હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના ઔદ્યોગિક – આર્થિક વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા માઇનીંગ (ખાણ-ખનીજ) ક્ષેત્રને ઊદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. માઇનીંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ઔદ્યોગિક જગતના અગ્રગણ્ય ઉત્પાદકો દ્વારા સમગ્ર માઈનીંગ સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવાની કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી.
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 9-2-2019ના ઠરાવ દ્વારા પ્રોસેસીંગ ઓફ માઈનીંગ એકટીવીટીઝને ઉદ્યોગનો દરજ્જો અગાઉ આપવામાં આવ્યો છે. આ નિર્ણયની સાથે જ હવે રાજ્યમાં માઇનીંગ સેકટર(ખાણ-ખનીજ) પ્રવૃતિ અને તેની સાથે સંકળાયેલા ઊદ્યોગોને જમીન મહેસૂલ ધારા અંતર્ગત લેવાની થતી 66-AA અને 65-B જેવી મંજૂરીઓ સરળતાથી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, માઈનીંગ પ્રવૃત્તી મૂળભૂત રીતે જમીનના બિનખેતી ઉપયોગ સંલગ્ન હોવાથી જમીન મહેસૂલ કાયદા હેઠળ પણ ઉદ્યોગકારોને ખરેખર ઔદ્યોગિક હેતુ ન હોવાથી બિનખેતી પરવાનગી મેળવવામાં મુશ્કેલી પડતી હતી. સમગ્ર પ્રક્રિયાનું સરળીકરણ થતાં ખનીજ વિસ્તારના બ્લોક્સ ઝડપી કાર્યાન્વીત થશે અને રાજય સરકારને રોયલ્ટી સ્વરૂપે આવક પણ મળશે. જમીનની સરળ ઉપલબ્ધિ થવાથી આ ક્ષેત્રમાં વ્યાપક રોકાણ અને ઉત્પાદકીય પ્રવૃતિને વેગ મળવાથી રોજગાર અવસરો પણ વધશે.
હવે, વિશેષ સંજોગોમાં વિદ્યાર્થી બોર્ડની પરીષાનું કેન્દ્ર બદલી શકશેઃ બોર્ડનો મહત્વનો નિર્ણય
ખાણ-ખનીજ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો મળી જતાં અન્ય ઊદ્યોગોને મળવાપાત્ર થતા લોન-સહાય કે અન્ય યોજનાકીય લાભો પણ હવે માઇનીંગ સેકટરમાં મળી શકશે. રાજ્યના માઇનીંગ સેકટર સાથે સંકળાયેલા કવોરી-સ્ટોન સહિતના ઊદ્યોગકારો છેલ્લા લાંબા સમયથી આ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા માટે રજૂઆતો કરી રહ્યા હતા.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે