ઐયર-પંતનું કપાશે પત્તું, મળી ગયો નવો દાવેદાર, આ પ્લેયર બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

ટીમ ઈન્ડિયાના કેપ્ટન માટે હવે એક નવું નામ દાવેદારી કરી રહ્યું છે. આ ખેલાડીની કેપ્ટનશિપમાં આઈપીએલની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યાં સુધી કે પંત અને ઐયરનું પત્તું પણ કપાઈ શકે છે.

ઐયર-પંતનું કપાશે પત્તું, મળી ગયો નવો દાવેદાર, આ પ્લેયર બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન માટે હવે એક નવું નામ દાવેદારી કરી રહ્યું છે. આ ખેલાડીની કેપ્ટનશિપમાં આઈપીએલની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યાં સુધી કે પંત અને ઐયરનું પત્તું પણ કપાઈ શકે છે.

હાલ ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટના કેપ્ટન રોહિત શર્મા છે. કોહલી બાદ રોહિતને આ જવાબદારી તેના આઈપીએલના પ્રદર્શનના આધાર પર સોંપવામાં આવી હતી, પરંતુ આઈપીએલ 2022માં રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ અત્યાર સુધીમાં એક જ મેચ જીતી શક્યા છે. રોહિતની ઉંમર પણ 35 વર્ષ થઈ છે. એવામાં હવે ટીમનો આગામી કેપ્ટન કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ હઈ છે. આઈપીએલ પહેલા ટીમની કેપ્ટનશિપ માટે 3 મોટા દાવેદારો હતો.

પંત-ઐયરના પત્તા કપાશે?
આઈપીએલ 2022માં ઋષભ પંતની આગેવનીમાં દિલ્લી કેપિટલ્સે નવામાંથી ચાર મેચ જીત્યા છે. રાજસ્થાનની સામે પંતે બાલિશ હરકતો પણ કરી. જ્યારે અંપાયલે 20મી ઓવરમાં નો બૉલ ન આપ્યો તો પંત પ્લેયર્સને પાછો બોલાવા લાગ્યો હતો. કોઈ પણ ટીમની કેપ્ટનશિપ કરતા સમયે આ વ્યવહાર ખરાબ હતો. જેની બાદમાં આલોચના પણ કરવામાં આવી. પંત બેટિંગમાં પણ કાંઈ ખાસ ઉકાળી નથી રહ્યા. 

શ્રેયસ ઐયર પણ ભારતીય ટીમના કેપ્ટન બનવાના દાવેદાર હતા. પરંતુ આઈપીએલ 2022માં આખું ચિત્ર બદલાઈ ગયું. ઐયરની કેપ્ટનશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 10માંથી માત્ર ચાર જ મેચ જીત્યા છે. તે પોતાની ટીમમાં ખૂબ જ ફેરફાર કરી રહ્યા છે પરંતુ તેની ટીમ નથી જીતી રહી.

આ ખેલાડીએ મચાવી ધૂમ-
આઈપીએલની નવી ટીમ લખનઊ સુપર જાયન્ટ્સના ખેલાડી કેએલ રાહુલે વર્ષે 2018થી લગભગ 600 આસપાસ રન બનાવ્યા છે. એક વાત તો સાફ છે કે કેપ્ટનશિપની અસર તેના પ્રદર્શન પર નથી પડતી. તે દબાણમાં આવ્યા વિના નિર્ણયો લઈ શકે છે. સાથે જ તે બેટિંગ પણ સરસ કરી રહ્યા છે. 10 મેચમાં બે સેન્ચ્યુરી પણ મારી છે. અને 56ની સરેરાશથી બેટિંગ કરી રહ્યા છે. અને એટલે જ તેઓ હવે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવાના દાવેદાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news