IPL 2022 MS Dhoni: શું આજે એમએસ ધોનીની છેલ્લી મેચ છે? સૌથી લોકપ્રિય ક્રિકેટર આઇપીએલમાંથી લેશે વિદાય

IPL 2022 MS Dhoni: ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ પણ ધોનીની લોકપ્રિયતા ઘટી નથી. 40 વર્ષના ધોની દેશમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર સાથે એક વૈશ્વિક આયકન પણ છે.

IPL 2022 MS Dhoni: શું આજે એમએસ ધોનીની છેલ્લી મેચ છે? સૌથી લોકપ્રિય ક્રિકેટર આઇપીએલમાંથી લેશે વિદાય

IPL 2022 MS Dhoni: મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે આઇપીએલ સીઝનની 68 મી મેચ રમાવવા જઈ રહી છે. જો કે, સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે, આઇપીએલ કરિયરમાં એમએસ ધોનીની આ છેલ્લી મેચ હોઈ શકે છે. ત્યારે આ મેચમાં ક્રિકેટ ફેન્સની નજર સીએસકેના કેપ્ટન એમએસ ધોની પર હશે.

આઇપીએલની હાલની સીઝન દરમિયાન જ્યારે એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ 2023 માં સીએસકે માટે રમશે. તેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે, તમે મને પીળી જર્સીમાં જોશો, પરંતુ જર્સીનો રંગ શું હશે તેના પર કશું કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, ધોનીએ વર્ષ 2020 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. પરંતુ તેમણે આઇપીએલમાં સીએસકે માટે રમવાનું ચાલું રાખ્યું હતું.

— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) May 20, 2022

— DHONIsm™ ❤️🦁 (@DHONIism) May 20, 2022

— Gauri💛 (@Gauri2823) May 20, 2022

We know you are a man of your words. Hope you will always keep the promise. @MSDhoni 🙂👍🏻#IPL2022 #WhistlePodu #CSK

— MSDian™ (@ItzThanesh) May 20, 2022

ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ પણ તેમની લોકપ્રિયતા ઘટી નથી. 40 વર્ષના ધોની દેશમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર સાથે એક વૈશ્વિક આયકન પણ છે. એમએસ ધોની આઇપીએલના સફળ કેપ્ટનમાંથી એક છે. ધોનીની કેપ્ટનશીપમાં સીએસકેએ ચાર વખત આઇપીએલ ટ્રોફી જીતી છે. આ ઉપરાંત તેમની કેપ્ટનશીપ હેઠળ સીએસકે પાંચ વખત આઇપીએલની રનર અપ ટીમ પણ રહી. એટલું જ નહીં ધોનીની કેપ્ટનશીપમાં સીએસકેએ 2010 અને 2014 માં ચેમ્પિયન્સ લીગનો ખીતાબ પણ જીત્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news