IPL-2024: MS ધોની 2024ની IPL રમશે કે નહીં? ચેન્નાઈ સુપર કિંગ્સે કર્યો સૌથી મોટો ખુલાસો
MS Dhoni in CSK: મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના ચાહકોને રવિવારે સારા સમાચાર મળ્યા છે. IPL (IPL-2024)ની આગામી સિઝનમાં પણ ધોની આ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ધોનીએ ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે, માત્ર IPLમાં ભાગ લઈ રહ્યા છે.
Trending Photos
CSK Released-Retained Players List: ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક અનુભવી મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) આવતા વર્ષે પણ IPLમાં રમતા જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓને રવિવારે આ મોટી માહિતી મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મહાન વિકેટકીપરને આગામી સિઝન માટે રિટેન કર્યો છે.
ચેન્નાઈ એ કર્યો રીટેન
અનુભવી મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત 5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, ઓલરાઉન્ડર શિવમ દુબે, મોઈન અલી, દીપક ચાહર, મહિશ થીક્ષાના, મુકેશ વરુણ અને મથીશા પથિરાનાને રિટેન કર્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આગામી સિઝનમાં ધોની આ ટીમની કમાન સંભાળશે કે પછી અન્ય કોઈને આ જવાબદારી સોંપવામાં આવશે.
સ્ટોક્સ સહિતના આ ખેલાડીઓ રિલીઝ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાયલ જેમિસન, આકાશ સિંહ, અંબાતી રાયડુ (નિવૃત્ત), સિસાંડા મગાલા, ભગત વર્મા અને સુભ્રાંશુ સેનાપતિને રિલીઝ કર્યા છે. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સે તેના 'વર્કલોડ અને ફિટનેસ'ને મેનેજ કરવા માટે આવતા વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી પોતાનું નામ પાછું ખેચવાનો નિર્ણય લીધો છે. તેની ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સે ઓલરાઉન્ડરને છોડવાની પુષ્ટિ કરી છે. સ્ટોક્સને આ વર્ષની હરાજી પહેલા CSKએ રૂ. 16.2 કરોડમાં ખરીદ્યો હતો.
મેદાન પર જોવા મળે છે ધોનીની દીવાનગી
દિગ્ગજ વિકેટકીપર ધોનીના ચાહકો આખી દુનિયામાં છે. ભલે તેણે ઓગસ્ટ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, તે હજી પણ IPLમાં ભાગ લે છે. જ્યારે તે આઈપીએલ મેચ રમવા માટે દેશના કોઈપણ સ્ટેડિયમમાં જાય છે ત્યારે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ રહે છે. તેની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. આવી સ્થિતિમાં ધોનીના ચાહકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે