IPL 2020: રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટો ફેરફાર, આ દિગ્ગજને બનાવ્યા કોચ

રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાના નવા કોચનું ફ્રેન્ચાઇઝીમાં સ્વાગત કર્યું છે. એંડ્રયૂ મેકડોનાલ્ડ આગામી ત્રણ વર્ષ માટે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા છે. 
 

IPL 2020: રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટો ફેરફાર, આ દિગ્ગજને બનાવ્યા કોચ

મુંબઈઃ IPL 2020 Rajasthan Royals: ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમના નવા મુખ્ય કોચની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કોચ અને ક્રિકેટર એંડ્રયૂ બેરી મેકડોનાલ્ડ (Andrew Barry McDonald)ની પોતાની ટીમના હેડ કોચ તરીકે નિમણૂક કરી છે. 

રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાના નવા કોચનું ફ્રેન્ચાઇઝીમાં સ્વાગત કર્યું છે. એંડ્રયૂ મેકડોનાલ્ડ આગામી ત્રણ વર્ષ માટે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા છે. એંડ્રયૂ મેકડોનાલ્ડે Leicestershire, Victoria અને  Melbourne Renegades માટે શાનદાર કામ કર્યું અને પોતાની કોચિંગ સ્કિલ્સથી ટીમને સફળતા અપાવી છે. 

Say hello to our new Head Coach 👉🏾 Andrew McDonald 💗

Here’s a lot more about him!👇🏾 #HallaBol #RoyalsFamily

— Rajasthan Royals (@rajasthanroyals) October 21, 2019

ઓસ્ટ્રેલિયાની ટીમ માટે રમી છે મેચ
38 વર્ષીય એંડ્રયૂ મેકડોનાલ્ડે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે કુલ ચાર ટેસ્ટ મેચ રમી છે. એંડ્રયૂ મેકડોનાલ્ડે સીનિયર કોચ તરીકે વિક્ટોરિયાને શૈફીલ્ડ શીલ્ડનું ટાઇટલ અપાવ્યું છે. કાંગારૂ ટીમ માટે ચાર ટેસ્ટ રમનાર એંડ્રયૂ મેકડોનાલ્ડે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં પર્દાપણ કર્યું હતું, પરંતુ મેચ રદ્દ થઈ ગઈ હતી. 

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બેટિંગ ઓલરાઉન્ડર એંડ્રયૂ મેકડોનાલ્ડે આ પહેલા પણ આઈપીએલમાં પોતાની ભાગીદારી આપી છે. વર્ષ 2009મા મેકડોનાલ્ડ ખેલાડી તરીકે દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માટે 11 મેચ રમી ચુક્યા છે. આ સિવાય મેકડોનાલ્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 2012-13ની સિઝનમાં બોલિંગ કોચ રહી ચુક્યા છે. 

એમ કહી શકીએ કે એંડ્રયૂ મેકડોનાલ્ડની આઈપીએલમાં ત્રીજી ઈનિંગ છે અને આ વખતે તે રાજસ્થાન રોયલ્સ ટીમની કોચિંગની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. આ જાહેરાતની લઈને રાજસ્થાન રોયલ્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન રંજીત ભરઠાકુરે કહ્યું કે, 'અમને એંડ્રયૂ મેકડોનાલ્ડને ટીમના હેડ કોચ તરીકે પસંદ કરીને ખુશી થઈ રહી છે. તે પોતાના અનુભવથી ટીમને આગળ લઈ જવા ઉત્સાહિત છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news