IPL 2019: કેએલ રાહુલની શાનદાર બેટિંગ, પંજાબે હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 22માં મેચમાં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની શાનદાર બેટિંગની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
Trending Photos
મોહાલીઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલ (71*) અને મયંક અગ્રવાલ (55)ની અડધી સદીની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 22માં મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપ્યો છે. અહીંના વાય.એસ બ્રિંદ્રા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ડેવિડ વોર્નર (70*)ની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબે 19.5 ઓવરમાં 151 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધો છે. કિંગ્સ ઈલેવન પંજાબનો આ સિઝનમાં ચોથો વિજય છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સતત બીજો મેચ ગુમાવ્યો છે. રાહુલે 53 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા.
હૈદરાબાદને ઈનિંગની ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો અને એકવાર ફરી ક્રિસ ગેલ લાંબી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. રાશિદ ખાને ગેલને 16 રનના વ્યક્તિગત સ્કોર પર દીપક હુડ્ડાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે બીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરીને કિંગ્સ ઈલેવન પંજાબની જીત પાક્કી કરી હતી. હૈદરાબાદને ઈનિંગની 18મી ઓવરમાં બીજી સફળતા મળી હતી. મયંક અગ્રવાલ (55) સંદીપ શર્માનો શિકાર બન્યો હતો. મયંકે 43 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર (1)ને સંદીપ શર્માએ દીપક હુડ્ડાના હાથે કેચ આઉટ કરાવીને પંજાબને ત્રીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ મનદીપ સિંહ પણ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો.
હૈદરાબાદની ઈનિંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાઈ રહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 150 રન બનાવ્યા હતા.
હૈદરાબાદ તરફથી સૌથી વધુ 70 રન ડેવિડ વોર્નરે બનાવ્યા હતા. વોર્નરે મનીષ પાંડેની સાથે મળીને 55 રનની ભાગીદારી કરી અને ટમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી. પરંતુ મનીષ પાંડે 20મી ઓવરના પ્રથમ બોલ પર શમીનો શિકાર બન્યો હતો. પાંડેએ 15 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્યારબાદ 20મી ઓવરમાં દીપક હુડ્ડાએ 3 બોલમાં 14 રન ફટકાર્યા હતા.
હૈદરાબાદની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબને ઈનિંગની બીજી ઓવરમાં મુઝીબ ઉર રહમાને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે અશ્વિનના હાથે જોની બેયરસ્ટોને કેચ આઉટ કરાવ્યો હતો. બેયરસ્ટોએ માત્ર એક રન બનાવ્યો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ખુબ ધીમી રહી હતી. તેનો અંદાજ તે તથ્ય પરથી લગાવી શકાય કે હૈદરાબાદ તરફથી પ્રથમ ચોગ્ગો 5મી ઓવરમાં લાગ્યો હતો. 5 ઓવર પૂરી થયા બાદ હૈદરાબાદનો સ્કોર એક વિકેટ પર 25 રન હતો. ધીમી ગતિનો આ સિલસિલો આગળ પણ ચાલું રહ્યો હતો, ત્યારબાદ હૈદરાબાદે 10 ઓવરમાં 50 રન પૂરા કર્યાં હતા.
અશ્વિને શંકરનો કર્યો શિકાર
ઈનિંગની 11મી ઓવરમાં વિજય શંકરના રૂપમાં હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો હતો. શંકર 27 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પંજાબના કેપ્ટન આર. અશ્વિને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ 14મી ઓવરમાં હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી હતી. મોહમ્મદ નબીને 12 રન પર અશ્વિને રનઆઉટ કર્યો હતો. ત્યારબાદ વોર્નરે મનીષ પાંડેની સાથે મળીને હૈદરાબાદને સંભાળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે