950 વનડે મેચ રમનારો ભારત બનશે પ્રથમ દેશ, જીતમાં બીજો તો હારમાં છે નંબર 1
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રવિવારથી પાંચ મેચોની વનડે સીરીઝ રમાવાની શરૂઆત થઇ રહી છે. ભારતે અત્યાર સુધમાં 948 અને વેસ્ટઇન્ડિઝે 780 મેચ રમ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે રવિવારેથી પાંચ વનડે મેચની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. બંન્ને ટીમો 19મી વાર દ્વિપક્ષીય વનડે સીરીઝમાં એકબીજા સામે લડવા માટે મેદાને ઉતરશે. અત્યાર સુધી 18 સીરીઝમાં ભારતે 10 અને વેસ્ટઇન્ડિઝએ 8 મેચ જીતી છે. કુલ મેચોની વાત કરીએ તો બંન્ને ટીમો વચ્ચે અત્યાર સીધીમાં 121 વન ડે મુકાબલા થયા છે. જેમાંથી ભારતને 61 અને વેસ્ટઇન્ડિઝને 56 મેચ જીતી છે. ત્યારે બંન્ને ટીમો વચ્ચે એક મુકાબલો ટાઇ થયો હતો. જ્યારે ત્રણ મેચ રદ થઇ હતી.
ભારતીય ટીમ અત્યાર સુધીમાં 948મેચ રમ્યું
ભારતે અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે 948 વનડે મેચ રમ્યા છે. અને વેસ્ટઇન્ડિઝ સામે 21 ઓક્ટોબરમાં પહેલી અને 24 ઓક્ટોબરે બીજી મેચ રમાવા જઇ રહી છે. એટલે 24 ઓક્ટોબરે 950 વનડે મુકાબલો રમાવા જઇ રહ્યા છે. અને ભારત સૌથી વધારે મેચ રમનારો પ્રથમ દેશ બની જશે, જ્યારે સૌથી વધુ મેચ રમાવામાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા (918) છે. આ બંન્ને દેશો સિવાય કોઇ પણ દેશ 900 વન-ડે મેચ નથી રમ્યા જ્યારે પાકિસ્તાન (899) મેચ સાથે સૌથી નજીક છે. અને આ મહિને જ 900 મેચનો આંકડો પાર કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ જીત્યા અત્યાર સુધીમાં સૌથી વધુ મેચ
ભારતે ભલે સૌથી વધારે મેચ રમ્યા હોય,પરંતુ મેચ જીતવાના મામલે ઓસ્ટ્રેલિયા સૌથી આગળ છે. તેણે 916માંથી 556 મેચોમાં જીત મેળવી છે. જેની જીતની ટકાવારી 63.54 છે. ભારત મેચ જીતવામાં ઓસ્ટ્રેલિયા બાદ ભારત બીજા નંબર પર છે. તેણે 948માંથી 489 મેચ જીત્યા છે. અને તેની સફળતા દર 54.29% છે. પાકિસ્તાનને 899માંથી 476 મેચ જીત્યા છે. અને તેની સફળતા દર 54.48% છે. આ ટીમો સિવાય કોઇ પણ ટીમે 400 કરતા પણ વધારે મેચ રમ્યા નથી.
ભારત 948માંથી 411 મેચ જીત્યું
ભારતીય ટીમ આત્યાર સુધીમાં 411 વનડે મેચ હારી ચૂકી છે. અને ભારત દુનિયામાં સૌથી વધારે વનડે મેચ હારનારી ટીમ છે. ભારત બાગ સૌથી વધારે 406 મેચ શ્રીલંકા(826 મેચ અને 378 જીત) હાર્યું છે. ભારત અને શ્રીલંકા સિવાય કોઇ પણ ટીમે 400 કરતા વઘારે મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. પાકિસ્તાન 397 હાર સાથે ત્રીજા નંબર પર છે. વેસ્ટઇન્ડિઝ અત્યાર સુધીમાં 780 મેચ રમ્યા છે. જેમાંથી તેમણે 378 મેચમાં જીત મેળવી છે. જ્યારે, 358 મેચોમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
ટીમ | મેચ | જીત | હાર | ટાઇ |
ભારત | 948 | 489 | 411 | 8 |
ઓસ્ટ્રેલિયા | 948 | 489 | 317 | 9 |
પાકિસ્તાન | 899 | 476 | 397 | 8 |
શ્રીલંકા | 826 | 378 | 406 | 5 |
વેસ્ટઇન્ડિઝ | 780 | 386 | 358 | 9 |
ન્યુઝીલેન્ડ | 744 | 334 | 365 | 6 |
ઈંગ્લેન્ડ | 719 | 359 | 327 | 8 |
દ. આફ્રિકા | 368 | 368 | 207 | 6 |
ઝિમ્બાબ્વે | 514 | 134 | 362 | 7 |
બાંગ્લાદેશ | 349 | 134 | 229 | 0 |
કેન્યા | 154 | 42 | 107 | 0 |
આયરલેન્ડ | 139 | 61 | 68 | 3 |
અફધાનિસ્તાન | 106 | 55 | 48 | 1 |
સ્કોટલેન્ડ | 106 | 38 | 61 | 1 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે