World Cup 2023: જો વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ વરસાદથી ધોવાઇ જાય તો શું? આ ટીમ ફાઇનલમાં પહોંચશે
World Cup 2023, Semi Finals: વિશ્વકપ-2023માં સેમીફાઈનલની ચાર ટીમ નક્કી થઈ ગઈ છે. ભારત, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ અંતિમ ચારમાં પહોંચી ગઈ છે. પ્રથમ સેમીફાઈનલમાં ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ તો બીજી સેમીફાઈનલમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે.
Trending Photos
નવી દિલ્હીઃ What if rain washed out semi finals?: વિશ્વકપ 2023 હવે પોતાના અંતિમ તબક્કામાં છે. ભારત-ન્યૂઝીલેન્ડ લીગ મેચ બાદ ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલા રમાવાના છે. પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડે વચ્ચે મુંબઈના વાનખેડેમાં રમાશે, જ્યારે બીજી સેમીફાઈનલમાં ઈડન ગાર્ડન્સમાં આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ વચ્ચે જો સેમીફાઈનલમાં વરસાદ આવે તો શું થશે? કઈ ટીમ વિજેતા જાહેર કરવામાં આવશે. જાણો ટૂર્નામેન્ટ માટે આઈસીસીનો શું નિયમ છે.
જો વરસાદથી મેચ રદ્દ થાય તો શું થશે?
વિશ્વકપ 2023ની સેમીફાઈનલ મેચમાં જો વરસાદ આવે તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે રિઝર્વ ડે માત્ર નોકઆઉટ મેચ માટે રાખવામાં આવ્યો છે. પરંતુ હજુ એક સવાલ છે જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદનું વિઘ્ન આવે તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે.
ફાઈનલમાં પહોંચશે આ ટીમ
જો રિઝર્વ ડેમાં પણ વરસાદને કારણે મેચ ન રમાઈ તો તે સ્થિતિમાં નિયમ છે કે લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ઉપર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે. તેવામાં ભારતીય ફેન્સ માટે ખુશખબર છે કે ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવે અને મેચ ન રમાઈ તો રોહિત સેના ફાઈનલમાં પહોંચી જશે. જો ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચેની મેચમાં વરસાદને કારણે મેચ રદ્દ થાય તો સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચશે, કારણ કે નેટ રનરેટના આધારે આફ્રિકા બીજા સ્થાને છે.
આ નોકઆઉટ મેચોનું શેડ્યૂલ છે
1લી સેમી-ફાઇનલ - ભારત વિ ન્યુઝીલેન્ડ - 15 નવેમ્બર - વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)
બીજી સેમી-ફાઇનલ - દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા - 16 નવેમ્બર - ઈડન ગાર્ડન્સ (કોલકાતા)
ફાઇનલ - સેમિફાઇનલ-1 (વિજેતા ટીમ) વિ સેમિફાઇનલ-2 (વિજેતા ટીમ) - 19 નવેમ્બર - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે