રિંકુ સિંહથી પણ દર્દનાક છે આ ક્રિકેટરની કહાની, પરિવાર વગર ભટક્યો ઘર-ઘર

Himanshu Sangwan: વિરાટ કોહલી, જેનું નામ હાલના દિવસોમાં દિલ્હીના દરેક ખૂણામાં ગુંજતું જોવા મળી રહ્યું છે. બધાની નજર વિરાટ પર હતી અને ફેન્સ તેને રણજીમાં રમતા જોવા માટે ભારે સંખ્યામાં ઉમટ્યા હતા. પરંતુ કોહલી-કોહલીના નારા વચ્ચે જો કોઈ વિરાટ બન્યો હોય તો તે હિમાંશુ સાંગવાન છે. રેલવેના બોલરે વિરાટની વિકેટ લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો.

રિંકુ સિંહથી પણ દર્દનાક છે આ ક્રિકેટરની કહાની, પરિવાર વગર ભટક્યો ઘર-ઘર

Himanshu Sangwan: વિરાટ કોહલી, જેનું નામ હાલના દિવસોમાં દિલ્હીના દરેક ખૂણામાં ગુંજતું જોવા મળી રહ્યું છે. બધાની નજર વિરાટ પર હતી અને ફેન્સ તેને રણજીમાં રમતા જોવા માટે ભારે સંખ્યામાં ઉમટ્યા હતા. પરંતુ કોહલી-કોહલીના નારા વચ્ચે જો કોઈ વિરાટ બન્યો હોય તો તે હિમાંશુ સાંગવાન છે. રેલવેના બોલરે વિરાટની વિકેટ લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. ટીમ ઈન્ડિયામાં એવા ઘણા ઉદાહરણો છે જેમને ઊંચાઈ સુધી પહોંચવા માટે ઘણું બલિદાન આપવું પડ્યું હતું. પરંતુ ક્યાંકને ક્યાંક સપોર્ટ માટે પરિવાર હતો. પરંતુ હિમાંશુ સાંગવાને પરિવાર વગર જ ઘર-ઘર ભટક્યો છે.

વિરાટ-વિરાટ સાંભળતો રહ્યો સાંગવાન
હિમાંશુ સાંગવાને શાનદાર અંદાજમાં વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. સ્ટમ્પ ખૂબ જ દૂર જઈને પડ્યું. આ અંગે સાંગવાને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'મેં રણજી ટ્રોફી મેચમાં આટલી ભીડ ક્યારેય જોઈ નથી અને આ બધું વિરાટ કોહલીને કારણે થયું હતું. લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા, તે કોઈ આંતરરાષ્ટ્રીય મેચથી ઓછું લાગતું ન હતું. ઉત્સાહ અદ્ભુત હતો, સામાન્ય રીતે, ફેન્સ જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને ખુશ કરવા આવે છે. પરંતુ આ મેચ માત્ર વિરાટની હતી. ત્રણ દિવસ સુધી હું માત્ર આ જ સાંભળતો રહ્યો 'વિરાટ! વિરાટ! કોહલી! કોહલી!.

મહેનતનું મળ્યું ફળ 
તેમણે આગળ કહ્યું કે, 'વિરાટ કોહલીની વિકેટ લેવી મારા માટે મોટી વાત હતી. હું તેના વિશે વાત કરી શકું છું, પરંતુ આ લાગણી શબ્દોથી ઉપર છે - હું તેને વ્યક્ત કરી શકતો નથી. મારી આક્રમકતા સ્વાભાવિક હતી, એક બોલર ખાસ કરીને ફાસ્ટ બોલરે તે પણ પસંદ નથી આવતું કે કોઈ બેટ્સમેન તેની ઓવરમાં ફોર કે સિક્સ ફટકારે. તેમણે શાનદાર સ્ટ્રેટ ડ્રાઇવ રમી હતી. એક બોલર તરીકે હું નિરાશ હતો. મેં નેક્સ્ટ બોલ પર વધુ મહેનત કરી અને તેનું ફળ મળ્યું.

સંઘર્ષથી ભરેલી છે સાંગવાનની કહાની
હિમાંશુ સાંગવાનની કહાની સંઘર્ષથી ભરેલી છે. તેમણે 16 વર્ષ પહેલા જયપુરમાં પોતાનો પરિવાર છોડી દીધો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ પરિવાર વિના દિલ્હી આવ્યો હતો. અહીં નજફગઢ વિસ્તારમાં ભાડાના મકાનની શોધમાં તેણે ઘણા દરવાજા ખટખટાવ્યા અને ઘર-ઘર ભટક્યો હતો. તેને પછી એક ઘર મળ્યું, હવે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક વરિષ્ઠ ટિકિટ કલેક્ટર (TTE) તરીકે સાંગવાન તે જ પરિવાર સાથે રહે છે જેને તેને 16 વર્ષ પહેલાં પોતાની સાથે રાખ્યો હતો.

પરિવાર વિશે સાંગવાને કહ્યું કે, 'કાં તો કૃષ્ણજીના બે માતા-પિતા હતા અથવા મારા છે. મારો પરિવાર જયપુરમાં રહે છે પરંતુ હું છેલ્લા 15 વર્ષથી નજફગઢમાં છું. હું શરૂઆતમાં અહીં ભાડાના મકાનની શોધમાં આવ્યો હતો, પરંતુ જે પરિવાર સાથે હું રહ્યો તે મકાન માલિકથી વધુ બની ગયું. તેઓ મારા પોતાના બની ગયા છે, તેમને બે બાળકો છે. પરંતુ તેઓ મને તેમના મોટા પુત્રની જેમ માને છે, એક સગા પુત્ર કરતાં વધુ. જો મને અરધી રાત્રિએ ખોરાકની જરૂર હોય, તો તેઓ ખાતરી કરે છે કે મને જમ્યું છે. તેઓ મને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરે છે અને હું હંમેશા તેમનો આભારી રહીશ.'

વિરાટ પાસેથી મળ્યો ઓટોગ્રાફ
સાંગવાને કહ્યું કે, 'મેચ પછી વિરાટ પોતે અમારા ડ્રેસિંગ રૂમમાં આવ્યો, મને ગળે લગાવ્યો અને કહ્યું કે, 'તમે ખૂબ સારી બોલિંગ કરી. આગળ વધતા રહો.' અમે બધા તેને ત્યાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે મારા બોલ પર આઉટ થયો, પરંતુ તેમ છતાં તેમણે મને પ્રેરણા આપી. હું તે બોલ લઈને જઈ રહ્યો હતો જેનાથી મેં તેને આઉટ કર્યો હતો, મેં તેને બતાવ્યો અને તેના પર સહી કરાવી લીધી. એ ક્ષણ અવિસ્મરણીય છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news