રાહુલ ગાંધીએ બધાને ચોંકાવ્યા, મોદી સરકારને સંભળાવતી વખતે UPAને પણ આડે હાથ લીધુ

લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આજે ગત કોંગ્રેસ સરકારો ઉપર પણ સવાલ ઊભા કરી દીધા. તેમણે કહ્યું કે બેરોજગારીની સમસ્યાનું સમાધાન કરી શક્યા નથી અને આ અંગે યુવાઓને કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં યુપીએ અને એનડીએ બંને સરકારો નિષ્ફળ રહી છે. 

રાહુલ ગાંધીએ બધાને ચોંકાવ્યા, મોદી સરકારને સંભળાવતી વખતે UPAને પણ આડે હાથ લીધુ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંસદમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે બધાને ચોંકાવી દીધા. તેમણે પહેલા તો કહ્યું કે રાષ્ટ્રપતિનું અભિભાષણ છેલ્લા કેટલાક વર્ષોમાં અપાયેલા અભિભાષણો જેવું જ હતું. બાદમાં એક એવા મુદ્દાનો ઉલ્લેખ કર્યો જેમાં યુપીએ સરકારને પણ ઘેરામાં લાવી દીધી. હકીકતમાં 2004થી લઈને 2014 સુધી યુપીએ (એટલે કે કોંગ્રેસ ગઠબંધન) સરકાર સત્તામાં રહી હતી. 

મોદી બેઠા હતા, રાહુલ બોલ્યા
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે આપણે બેરોજગારીની સમસ્યાને ઉકેલી શક્યા નથી. UPA સરકાર બેરોજગારીથી લઈને યુવાઓને કોઈ રસ્તો દેખાડી શકી નથી કે ન તો વર્તમાન સરકાર કઈ કરી શકી. રાહુલે ખુબ જ જોરદાર રીતે કહ્યું કે મારી એ વાતથી તો પ્રધાનમંત્રી પણ સહમત હશે. જ્યારે  રાહુલ આ કહી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સદનમાં હાજર હતા. 

કોંગ્રેસ નેતાએ મોદી સરકારને ઘેરતા કહ્યું કે એનડીએ સરકારનો મેક ઈન ઈન્ડિયાનો વિચાર સારો હતો પરંતુ પ્રધાનમંત્રીનો આ દિશામાં કરવામાં આવેલો પ્રયત્ન નિષ્ફળ ગયો. રાહુલે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂક્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. કારણ કે મેન્યુફેક્ચરિંગ દર ઘટી ગયા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે હવે મેન્યુફેક્ચરિંગ પર  ભાર મૂકવો પડશે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, મે રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળ્યું. મારે કહેવું પડશે કે રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન જે પણ કહેવાઈ રહ્યું હતું તેના પર ધ્યાન આપવા માટે મારે સંઘર્ષ કરવો પડ્યો.  કારણ કે મેં લગભગ એ જ અભિભાષણ ગત વર્ષે અને તે પહેલા પણ સાંભળ્યું હતું. તેમણે  કહ્યું કે વિપક્ષી ઈન્ડિયા ગંઠબંધનની સરકાર હોત તો આ અભિભાષણ આ પ્રકારનું ન હોત. 

રાહુલે ફોન દેખાડતા શું કહ્યું
કોંગ્રસ નેતાએ કહ્યું કે, દેશનું ભવિષ્ય યુવાઓ નક્કી કરશે. આથી કઈ પણ કહેવામાં આવે તો તેમાં યુવાઓ પર ભાર હોવો જરૂરી હતો. રાહુલે કહ્યું કે, પ્રધાનમંત્રીએ મેક ઈન ઈન્ડિયાની પહેલ કરી. આ સારો વિચાર હતો. પ્રધાનમંત્રીએ પ્રયત્ન કર્યો પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, એક દેશ સ્વરૂપમાં આપણે વિનિર્માણ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. તેમણે દાવો કર્યો કે મેન્યુફેક્ચરિંગનું કામ ચીનની કંપનીઓને આપી દેવાયું છે. રાહુલ ગાંધીએ મોબાઈલ ફોન દેખાડતા કહ્યું કે, આ મેડ ઈન ઈન્ડિયા નહીં, પરંતુ એસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા છે. તેમણે કહ્યું કે, દેશે મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે દરેક જાણે છે કે ભારતમાં સામાજિક તણાવ વધી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news