લગ્નમાં જમવાનું ઘટતા વરરાજા પરણ્યા વગર ભાગી ગયો, પોલીસે કર્યું ઉમદા કામ, લગ્ન કરાવ્યા સંપન્ન
સુરતમાં એક લગ્ન સમારોહમાં જમવાનું ઘટવાને કારણે મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો. વરરાજા લગ્ન વિધિ અધૂરી મુકી ભાગી ગયો હતો. ત્યારબાદ આ ઘટના વરાછા પોલીસ પાસે પહોંચી હતી. પોલીસે વરરાજાને સમજાવી આ લગ્ન સંપન્ન કરાવ્યા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે, સુરતઃ લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણીવાર જોવા મળતું હોય છે કે લગ્ન માટે વરરાજા જાન લઈને પહોંચે છે અને લગ્ન કર્યા વગર જાન પરત ફરી જાય છે. સુરતમાં પણ આવી એક ઘટના બની છે. જ્યાં વરરાજા લગ્ન કર્યા વગર મંડપ છોડી ભાગી ગયો હતો. ત્યારબાદ સુરત પોલીસ પાસે મામલો પહોંચતા પોલીસે આ લગ્ન સંપન્ન કરાવ્યા હતા. ત્યારે જાણો શું છે આ ઘટના અને કેમ વરરાજા લગ્ન કર્યા વગર ભાગી ગયા હતા.
અસમાજીક તત્વોને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢતી હોવાની છાપ સુરતીજનોમાં ઉભી થઈ છે. પરંતુ વરાછા પોલીસે એક સેવાકીય ધર્મ નિભાવી વરરાજાનો ખુબ જ સકારાત્મક વાતાવરણમાં વરઘોડો પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પોલીસ સ્ટેશનમાં જ દુલ્હન સાથે લગ્ન કરાવીને વરાછા પોલીસે સુરત સહિત દેશભરમાં એક પ્રશંસનીય છાપ ઉભી કરી છે. વરાછા પોલીસે કરેલા આ સેવાકીય કાર્યથી સુરતીજનો પણ ભારે ખુશ થયા હતા.
બન્યુ એવું હતું કે વરાછા પોલીસની હદમાં આવેલ લક્ષ્મી નગરની વાડી બિહારી પરિવાર દ્વારા લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. દુલ્હન અંજલી કુમારી તરફથી જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા હરિધામ સોસાયટીમાં રહેતો વરરાજા રાહુલ મહંતો પોતાના પરિવાર સાથે લગ્ન કરવા ગયો હતો. પરંતુ જમવાનું ઘટતા કન્યા અને વારારાજા પક્ષે બખેડો ઉભો થયો હતો. નારાજ થઈ પરણ્યા વગર વરરાજા રાહુલ અને જાનૈયા લગ્ન મંડપથી જતા રહ્યા હતા. ત્યાર બાદ કન્યા અને તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કન્યાને લગ્ન પુરા કરવા વિનંતી કરી હતી. વરાછા પોલીસ વરરાજાને લગ્ન માટે રાજી કરી સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લઈ વરાછા પોલીસે સ્ટેશને લઈ આવ્યા હતા. કન્યા-વરરાજાએ પોલીસ સ્ટેશનમાં જ હાર તોરા કરી વાજતે ગાજતે પોલીસ સ્ટેશનમાં જ વિધિ કરાવી બન્ને પક્ષોને લગ્ન કરાવી વરાછા પોલીસે વિદાય આપી હતી.
હાલ લગ્ન સરા શરૂ થઈ ગયા છે તેની વચ્ચે સુરતમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. છોકરીનું નામ અંજલિકુમારી છે અને છોકરાનું નામ રાહુલ પ્રમોદ મહંતો છે તેઓ મૂળ બિહારના વતની છે અને લગ્નની બાકી વિધિ પૂર્ણ થઇ ગયી હતી. ખાલી વરમાળાની વિધિ જ બાકી હતી. એક છોકરીની જિંદગીનો સવાલ હતો. જેથી પોલીસે પરવાનગી આપી હતી અને આ વિધિ પોલીસ મથકે થઇ હતી
સુરત શહેરમાં પોલીસ મથકમાં લગ્ન થયા હતા.સાંભળીને તમને નવાઈ લાગીને કે પોલીસ સ્ટેશનમાં લગ્ન ? સુરતના વરાછા પોલીસ મથકની અંદર જ લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. સુરતના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્નનું આયોજન હતું જેમાં રાહુલ પ્રમોદ મહંતો અને અંજલી કુમારી મીટુસિંગના લગ્નની વિધિ ચાલી રહી હતી., પરંતુ લગ્ન પ્રસંગ દરમ્યાન જમવાનું ઘટી ગયું હતું બસ આ જ વાતને લઈને જાનૈયાઓ નારાજ થઇ ગયા હતા અને બંને પરિવારજનો વચ્ચે ઝઘડો થયો હતો અને વરરાજો પરણ્યા વગર તીલા તોરણે જ જાન પરત ફરી ગયી હતી.
આ ઘટના બાદ કન્યાપક્ષ વાળા વરાછા પોલીસ મથકે પહોચ્યા હતા અને સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. જેથી વરાછા પોલીસની ટીમ દ્વારા વરરાજા અને તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તેઓને સમજાવી કાઉન્સેલિંગ કરી લગ્ન માટે રાજી કર્યા હતા અને ત્યારબાદ વરરાજા અને તેના પરિવારજનોને રાત્રીના સમયે જ વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જ્યાં સિંદુર પૂરી હારતોરા કરી લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. બાદમાં બંને પક્ષોને વિદાય આપવામાં આવી હતી. વરાછા પોલીસની આ કામગીરીની સરાહના થઇ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ડીજીપી, સીપીના નિર્દેશ અનુસાર અમે દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર અને મહિલા હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે
ગતરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર-વધુના લગ્ન પ્રસંગ દરમ્યાન બંને પરિવારજનો વચ્ચે અણબણ થઇ હતી જમવાનું ઓછું પડી જતા આ અણબણ થઇ હતી અને લગ્નનો ઇનકાર કરી દીધો હતો. થોડા સમય પછી કન્યા પરિવારજનો સાથે પોલીસ મથકે આવી હતી અને જણાવ્યું હતું કે હું અને છોકરો લગ્ન માટે તૈયાર છે પરંતુ પરિવારોની નોકઝોકના કારણે અમારા લગ્ન નથી થઇ રહ્યા તો પોલીસે આ મામલાની ગંભીરતા સમજી હતી અને આ છોકરીની જિંદગી સુધારી શકાય તે માટે બંને પરિવારો વચ્ચે કાઉન્સલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું અને બાદમાં છોકરીએ કહ્યું કે જો અમે ફરીથી ત્યાં જઈશું તો ફીરીથી નોકઝોક થવાની સંભાવના છે તો એ કારણથી અમે પોલીસ મથકમાં જ વરમાળાનું આયોજન કરવા પરવાનગી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે