ઠંડી, ગરમી અને કમોસમી વરસાદ..... અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી દીધી મોટી આગાહી
Gujarat Weather News: રાજ્યમાં એક તરફ ઠંડી ઓછી થઈ ગઈ છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલથી તાપમાનમાં 2થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાનો છે.
કમોસમી વરસાદની સંભાવના
હવામાન વિભાગે કહ્યું કે ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની પણ સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, 3 ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં કમોસમી હિમ વર્ષાની શક્યતા છે. રાજ્યમાં 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા છે. 3 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો આ સમયે ગુજરાતનાં ઉત્તર પૂર્વીયભાગો છાંટા પડવાની આશંકા છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની મોટી ચેતવણી
બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
Trending Photos