Happy Birthday Yuvraj Singh: જન્મદિવસ પર જાણો યુવરાજની લાઈફ વિશે જાણી-અજાણી વાતો

ઈન્ડિયન ટીમના મહાન પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. યુવરાજનો જન્મ 12 ડિસેમ્બર 1981માં ચંડીગઢમાં થયો હતો. યુવરાજ સિંહના પિતાનું નામ યોગરાજ સિંહ અને પત્નીનું નામ હેઝલ કીચ છે. યુવરાજ સિંહને એક દિકરો પણ છે, જેનું નામ ઓરિયન કીચ સિંહ છે.

Happy Birthday Yuvraj Singh: જન્મદિવસ પર જાણો યુવરાજની લાઈફ વિશે જાણી-અજાણી વાતો

નવી દિલ્હીઃ યુવરાજ સિંહ એક એવો ખેલાડી છે જેણે ક્રિકેટની રમતમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય બાબતમાં પોતાને સાબિત કરી છે. અને તે વર્લ્ડ બેસ્ટ ઓલરાઉન્ડર્સની શ્રેણીમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે. આ સાથે જ તેણે એક બેસ્ટ ફિનિશર છે. જેણે એકલાં હાથ ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જીતાડી છે. આજે ટીમ ઈન્ડિયાના આવા શાનદાર ખેલાડીનો જન્મ દિવસ છે. ઈન્ડિયન ટીમના મહાન પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. યુવરાજનો જન્મ 12 ડિસેમ્બર 1981માં ચંડીગઢમાં થયો હતો. યુવરાજ સિંહના પિતાનું નામ યોગરાજ સિંહ અને પત્નીનું નામ હેઝલ કીચ છે. યુવરાજ સિંહને એક દિકરો પણ છે, જેનું નામ ઓરિયન કીચ સિંહ છે.

યુવરાજ સિંહની કારકિર્દીની શરૂઆતઃ
યુવરાજે ટીમ ઈન્ડિયામાં વન-ડે, ટી-20 અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં શાનદાર રમત દાખવી છે. તેણે 402 ઈન્ટરનેશનલ મેચ રમતા 391 ઈનિંગમાં 11,778 રન બનાવ્યા છે. તેણે 17 સદી અને 71 ફિફ્ટી પણ ફટકારી છે.

વિશ્વવિજેતા ટીમનો હીરોઃ
આંતરરાષ્ટ્રિય વર્લ્ડ કપ 2011ની જીતમાં યુવરાજસિંહનું નામ સૌથી પહેલા લેવાશે. તેણે આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને મુશ્કેલ લાગતી મેચમાં પણ ભારતને જીતાડવામાં મદદ કરી હતી. તેણે 90થી પણ વધુની એવરેજથી 362 રન બનાવ્યા અને બોલિંગમાં 15 વિકેટો પણ ખેરવી હતી. તેના આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો.

આઈસીસીમાં એક્કોઃ
તેણે પોતાના કરિયરમાં કુલ 4 ICC ટ્રોફી જીતી છે, જેમાં ટી-20 વર્લ્ડ કપ 2007, વર્લ્ડ કપ 2011, અંડર 19 વર્લ્ડ કપ અને અંડર 16નો વર્લ્ડ કપ સામેલ છે.

6 બોલમાં 6 છગ્ગાનો રેકોર્ડ-
યુવરાજ સિંહના નામે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. તેણે ટી-20 વર્લ્ડ કપ 2007માં ઈગ્લેન્ડ વિરુદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં તેમણે 12 બોલમાં ફિફ્ટી પણ પૂરી કરી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news