Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, તમે કરતાં હોય તો આજથી સુધારી લેજો

Breakfast Mistakes: નાસ્તો દિવસનો પહેલો આહાર હોય છે જે શરીરને મળે છે. તેથી નાસ્તો હેલ્ધી અને બેલેન્સ્ડ હોવો જોઈએ. પરંતુ મોટાભાગના લોકો નાસ્તાને લઈને 5 મોટી ભુલ કરે છે જે તેમની તંદુરસ્તી પર ભારે પડે છે. આજે તમને જણાવીએ આ 5 ભુલો વિશે.

Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, તમે કરતાં હોય તો આજથી સુધારી લેજો

Breakfast Mistakes: નાસ્તો સૌથી વધારે મહત્વનો હોય છે. નાસ્તો દિવસનો પહેલો આહાર હોય છે. તેથી જ જો નાસ્તામાં કેટલી ભૂલ કરવામાં આવે તો તેની અસર ઝડપથી શરીરને થાય છે. અને મોટાભાગના લોકો આવું કરે પણ છે. મોટાભાગના લોકો નાસ્તો કરતી વખતે આ પાંચ ભૂલ કરે છે જેના કારણે શરીરને જરૂરી પોષણ મળતું નથી અને આખો દિવસ શરીરમાં સુસ્તી રહે છે. સાથે જ સ્થૂળતા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા પણ વધવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ કે 5 ભૂલ વિશે જે નાસ્તો કરતી વખતે કરવાનું ટાળવું જોઈએ. 

નાસ્તામાં ન કરો આ 5 ભુલ

નાસ્તો ન કરવો 

આ સૌથી ગંભીર ભૂલ છે જે મોટાભાગના લોકો કરતા હોય છે. સવારના સમયે નાસ્તો ન કરવો તે મોટી ભૂલ છે. આ ભૂલ શરીર પર ભારે પડે છે. નાસ્તો સ્કીપ કરવાથી મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને આખો દિવસ શરીરમાં આળસ રહે છે. નાસ્તો ન કરવાથી વજન પણ વધી શકે છે. 

ફક્ત ચા કે કોફી પીવા 

ઘણા લોકો સવારે મોડા ઊઠે છે અને પછી સમયના અભાવના કારણે ફક્ત ચા કે કોફી પીને નીકળી જાય છે. સવારે નાસ્તો કર્યા વિના ચા કે કોફી પીવી એ એસિડિટીનું કારણ બને છે. તેનાથી શરીરને જરૂરી પોષણ પણ મળતું નથી. જો સવારે સમય ન હોય તો થોડા નટ્સ કે ફ્રુટ ખાઈ લેવા જોઈએ. 

પ્રોસેસ્ડ ફૂડ ખાવું 

આજના સમયમાં ફેશન થઈ ગઈ છે કે સવારે નાસ્તામાં બ્રેડ, બિસ્કીટ, સીરીયલ્સ જેવી પ્રોસેસ્ડ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ આ પ્રકારની વસ્તુઓમાં હાઈ સુગર અને પ્રિઝર્વેટીવનો ભરપૂર ઉપયોગ થયો હોય છે જે શરીરને નુકસાન કરે છે. આવો નાસ્તો કરવાથી ડાયાબિટીસ જેવી બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. 

કાર્બોહાઈડ્રેટ 

ઘણા લોકો સવારે નાસ્તામાં પરોઠા, ઉપમા, પોહા જેવી કાર્બોહાઇડ્રેટથી ભરપૂર વસ્તુઓ ખાય છે. પરંતુ આવો નાસ્તો કરવાથી શરીરને પ્રોટીન અને ફાઇબર મળતા નથી. જેના કારણે ભૂખ ઝડપથી લાગે છે. નાસ્તામાં દૂધ, પનીર, ઈંડા કે સ્પ્રાઉટ જેવી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ સામેલ કરવી જોઈએ. 

નાસ્તામાં મીઠી વસ્તુ ખાવી 

કેટલાક લોકો નાસ્તામાં ભૂલ એ કરે છે કે સવારે તેઓ મીઠી વસ્તુઓ વધારે લે છે. નાસ્તામાં જ્યુસ, ફ્રુટ જામ, મીઠાઈ ખાવી સૌથી ખરાબ છે. નાસ્તામાં આવી વસ્તુ ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે અને ઘટે છે. જે શરીર માટે બિલકુલ સારું નથી. આવો નાસ્તો કરનાર લોકો આખો દિવસ બેચેની અનુભવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news