આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો બાંગ્લાદેશના જાકર અલીનો કેચ! દુબઈના સ્ટેડિયમને કેમ કહેવામાં આવે છે Ring Of Fire?

Champions Trophy 2025 Dubai: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમને 'રિંગ ઓફ ફાયર' કેમ કહેવામાં આવે છે? અહીં જાણો સ્ટેડિયમમાં કેચ ડ્રોપ થવાનું મુખ્ય કારણ અને તેની ક્રિકેટ મેચો પર કેવી અસર પડે છે.

આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો બાંગ્લાદેશના જાકર અલીનો કેચ! દુબઈના સ્ટેડિયમને કેમ કહેવામાં આવે છે Ring Of Fire?

Champions Trophy 2025 Dubai: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ દુબઈમાં રમાઈ હતી. ભારત મેચ જીત્યું પરંતુ મેચ દરમિયાન ઘણી વખત કેચ છૂટ્યા હતા. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ પ્રથમ દાવમાં જેકર અને તૌહીદ હૃદયના કેચ છોડ્યા હતા, જ્યારે કેએલ રાહુલનો કેચ જેકર અલીએ છોડ્યો હતો. આનાથી બન્ને દેશોના ખેલાડીઓ નિરાશ થયા હતા. ક્રિકેટમાં કેચ છોડવો એ રમતનો એક ભાગ છે, પરંતુ દુબઈમાં કેચ છોડવો ખૂબ સામાન્ય છે, શા માટે? જાણો શા માટે દુબઈના સ્ટેડિયમને 'રિંગ ઓફ ફાયર' કહેવામાં આવે છે.

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અગાઉ દુબઈ સ્પોર્ટ્સ સિટી ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. આ સ્ટેડિયમની છત ગોળાકાર આકારમાં બનાવવામાં આવી છે અને તેની દરેક બાજુએ 350 ફ્લડલાઈટ લગાવવામાં આવી છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, ભાગ્યે જ કોઈ પડછાયો હોય છે. આ સાથે લાઇટિંગ માટે મોટા અને ઊંચા થાંભલાઓ લગાવવાની જરૂર નથી. 'રિંગ ઓફ ફાયર' શું છે?

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમનું હુલામણું નામ 'રિંગ ઓફ ફાયર'
બહુ ઓછા લોકો જાણતા હશે કે, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમને 'રિંગ ઓફ ફાયર' પણ કહેવામાં આવે છે. આ નામ પાછળ એક કારણ છે અને તે કારણ બીજું કંઈ નહીં પણ અહીં લગાવેલી ફ્લડલાઈટ છે. સામાન્ય રીતે સ્ટેડિયમમાં મોટા થાંભલાઓ પર લાઈટો લગાવવામાં આવે છે, પરંતુ દુબઈમાં આવું નથી, દુબઈમાં સ્ટેડિયમની છત પર લાઈટો લગાવવામાં આવી છે. સ્ટેડિયમની ચારેતરફ 350થી વધુ લાઇટો લગાવવામાં આવી છે.

— Sports Addict (AJ) (@AJpadhi) February 21, 2025

20 મેચમાં છૂટ્યા 88 કેચ
ગયા વર્ષે ઓક્ટોબરમાં મહિલા ટી20 વર્લ્ડ કપની મોટાભાગની ટુર્નામેન્ટ દુબઈમાં યોજાઈ હતી અને 20 મેચોમાં 88 કેચ છોડવામાં આવ્યા હતા. એક મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે આઠ કેચ છોડ્યા હતા. આઈપીએલ દરમિયાન પણ ઘણા કેચ મિસ થયા હતા. તેની પાછળનું કારણ અહીં લગાવવામાં આવેલી અનોખી લાઈટો હોવાનું માનવામાં આવે છે. આ સ્ટેડિયમની લાઇટો ફિલ્ડરની આંખોમાં નીચેની તરફ પ્રતિબિંબિત થાય છે, જેના કારણે બોલની ગતિને સમજવી મુશ્કેલ બને છે અને સફેદ બોલથી મેચ રમાતી હોય ત્યારે કેચ ચૂકી જવાની શક્યતાઓ વધી જાય છે.

ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં રમાવાની છે, જેમાં સેમીફાઈનલ અને ફાઈનલનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમના ખેલાડીઓ માટે બેસ્ટ માર્ગ એ છે કે, તેઓ આ પ્રકાશમાં પોતાને અનુકૂળ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news