Green Vegetable: આ 3 લીલા શાક કાચા ખાવાની ભુલ ન કરતાં, કિડની, લિવર, મગજ થઈ શકે છે ડેમેજ

Green Vegetable: કેટલાક લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ લીલા શાકભાજીને સલાડમાં ખાવાની ભુલ ઘણા લોકો કરતાં હોય છે પરંતુ આ ભુલ ક્યારેક જીવ ઉપર જોખમ ઊભું કરી શકે છે.
 

Green Vegetable: આ 3 લીલા શાક કાચા ખાવાની ભુલ ન કરતાં, કિડની, લિવર, મગજ થઈ શકે છે ડેમેજ

Green Vegetable: હેલ્ધી રહેવા માટે લીલા શાકભાજી ખાવા જોઈએ તેવું તો તમે પણ સાંભળ્યું હશે. લીલા શાકભાજી વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ શાકભાજી ખાવાથી શરીર ઘણી બધી બીમારીઓથી બચી જાય છે. લીલા શાકભાજી ખાવાથી વજન પણ ઘટાડવામાં મદદ મળે છે. ગાજર, કોબી, મૂળા જેવા કેટલાક શાક કાચા પણ ખાવામાં આવે છે. પરંતુ ત્રણ લીલા શાકભાજી એવા છે જેને કાચા ખાવાથી નુકસાન થાય છે. આ ત્રણ શાકભાજીને કાચા ખાવામાં આવે તો તે કિડનીથી લઈને લીવરને પણ ડેમેજ કરી શકે છે. 

કેટલાક લીલા શાકભાજી એવા હોય છે જેના કાચા ખાવાથી નુકસાન થાય છે. કારણ કે આ શાકમાં બેક્ટેરિયા, ટેપવોર્મ અને ટેપવોર્મના ઈંડા હોઈ શકે છે. જો આ ટેપવોર્મ શાકભાજીના માધ્યમથી આપણા શરીરમાં જાય તો તે આંતરડામાં બ્લડમાં કે મગજમાં પણ પહોંચી શકે છે. કારણે સીસ્ટિક સીરોસીસ, સીઝર્સ, માથાનો દુખાવો, લિવર ડેમેજ સહિતની તકલીફો થઈ શકે છે તેથી આ શાકભાજીને ક્યારેય કાચા ખાવા નહીં. 

પાલક 

પાલક સૌથી વધારે ફાયદાકારક છે. પરંતુ તેને કાચી ખાવી નહીં. કારણ કે પાલકમાં ઓકસાલેટ હોય છે. જે કિડની સ્ટોનનું જોખમ વધારે છે. તેથી પાલકના પાનને સારી રીતે સાફ કરી તેને બાફીને જ ઉપયોગમાં લેવી જોઈએ. 

કોબી 

કોબીની અંદર ટેપવોર્મ કે ટેપવોર્મના ઈંડા હોઈ શકે છે. આ કીડા એવા હોય છે જે નરી આંખે દેખાતા નથી. જો કોબી કાચી ખાવામાં આવે તો આ કીડા પેટમાં જતા રહે છે. તે ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે. તેથી કોબીના પાનને પણ હંમેશા સાફ કરી પકાવીને જ ઉપયોગમાં લેવા જોઈએ.

કેપ્સીકમ 

કેપ્સીકમ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે અલગ અલગ વાનગીઓનો સ્વાદ વધારે છે. પરંતુ કેપ્સીકમના ઉપરના ભાગને કાપી તેની અંદરના બીજ અને સફેદ ભાગને કાઢીને તેને ગરમ પાણીથી સાફ કરીને જ ઉપયોગમાં લેવા કારણ કે શિમલા મિર્ચની અંદર પણ ટેપવોર્મના ઈંડા હોઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news